પરિવારનો સંપર્ક: અમેરિકા જવાની જીદ પણ યુવતી દ્વારા ઓળખ આપવાનો ઇન્કાર કરાયો, વડોદરાથી રતલામ પહોંચેલી મનોરોગી યુવતીનો દવાખાનામાં તાયફો

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • Persistence To Go To America Also Refused To Be Identified By The Young Woman, Psychiatric Young Woman Who Reached Ratlam From Vadodara Was Admitted To The Hospital

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • પરિવારનો નંબર મળતા જાણ કરાઇ, રતલામ પહોંચી પરિવારે કબજો મેળવ્યો

વડોદરાથી રતલામ પહોંચેલી એક મનોરોગી યુવતીને સરકારી દવાખાને લઇ જતાં તેણે અમેરિકા જવાની જીદ પકડી હતી. જોકે, તે પોતાની ઓળખ બતાવતી ન હોવાથી વેલફેયર ફાઉન્ડેશનના સભ્યો વિમાસણમાં મુકાયા હતાં. ભારે માથાકુટ બાદ વિશ્વાશમાં લઇને પરિવારનો નંબર મેળવી વડોદરા જાણ કરાઇ હતી. રતલામ પહોંચેલો પરિવાર યુવતીનો કબજો મેળવી સાથે લઇ ગયો હતો. ​​​​​રતલામના એસ.પી ગૌરવ તિવારીને એક મનોરોગી યુવતી જોવા મળતાં તેને સરકારી દવાખાને ખસેડાઇ હતી. કાકાની શોશ્યલ વેલફેયર ફાઉન્ડેશનના ગોવિંદ કાકાનીએ યુવતીની પુછપરછ કરતાં તે અમેરિકા જવાની જીદ પકડીને બેઠી હોવાનું જોવા મળ્યુ હતું. તેને અમેરિકા જવાનો નિર્દેશ મળ્યો હોવાનું કહી ઓળખ બતાવવા રાજી જ નહોતી. માથાકુટ બાદ કાકાનીએ યુવતીનો વિશ્વાશ જીતવા માટે દિકરીને ફોન કરીને અમેરિકા જનારી ફ્લાઇટ વીશે પુછપરછ કરી હતી. જેથી વિશ્વાશમાં આવેલી યુવતીએ પરિવારનો નંબર જણાવ્યો હતો. ફોન પર પરિવાર સાથે વાત કરતાં વડોદરાના માજલપુરની આરતી હેમંત સોની (36) હોવાનું સામે આવ્યુ હતું. પરિવારે રતલામ ધસી જઇ યુવતીનો કબજો મેળવ્યો હતો.


Related News

Comments are Closed

%d bloggers like this: