પરિણીતાને મળવા આવેલો પ્રેમી ઝડપાયો, લોકોએ થાંભલા સાથે બાંધીને માર્યો

દાહોદના ગામમાં મળવા માટે આવેલા પરિણીત યુવાન સાથે પરીણિતા કરી રહી હતી વાત, ત્યારે જ પહોંચી ગયા લોકો, માર મારતો વીડિયો કર્

  • married lover beaten by villagers in dahod district

    દાહોદઃ દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકામાં એક પરીણિત યુવક પરીણિતાને મળવા માટે તેના ગામે જતાં ઝડપાઇ ગયો હતો. આ યુવકને લોકોએ ભેગા મળીને વીજપોલ સાથે બાંધી દીધો હતો. આ સાથે મોબાઇલમાં તેનો વિડિયો બનાવવામાં આવ્યો હતો. આ વિડિયો સોશિયલ મીડીયામાં ફેરવી દેવાયો હતો. બંને પક્ષ વચ્ચે 15 હજાર રૂપિયામાં સમાધાન થયું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ ઘટના અંગે સમાચાર લખાયા સુધી કોઇ ફરિયાદ નોંધાઇ ન હતી.

    સીંગવડ તાલુકાના એક ગામનો પરીણિતા નજીક આવેલા ગામમાં પોતાની પરીણિતા પ્રેમિકાને મળવા માટે ગયો હતો. બંને એક તરફ વાતો કરી રહ્યા હતાં ત્યારે રંગેહાથ ઝડપાઇ ગયા હતાં. આ બાબતથી રોષે ભરાયેલા મહિલાના પરિવાર સહિતના લોકોએ યુવકને લઇ જઇને વીજપોલ સાથે બાંધી દીધો હતો.

    આ સાથે તેને માર પણ મારવામાં આવ્યો હતો. ત્યાં ઉપસ્થિત કેટલાંક લોકોએ જાણી જોઇને મોબાઇલમાં તેનો વિડિયો બનાવ્યો હતો. આ સાથે વિડિયોને સોશિયલ મીડીયામાં પણ વાયરલ કરી દીધો હતો. બંને પક્ષ ભેગા થયા બાદ તેમની વચ્ચે 15 હજાર રૂપિયામાં આ બાબતનો નિકાલ થયો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ બનાવ અંગે સમાચાર લખાયા સુધી કોઇ જ પ્રકારની પોલીસ ફરિયાદ નોંધાઇ ન હતી. આ વિડિયો આખા દાહોદ જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો હતો.

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: