પરિણામ: દાહોદ જિલ્લામા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનુ 100 % પરિણામ જાહેર, તમામ 1654 વિદ્યાર્થીઓ પાસ
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક
- કેટલાકને લોટરી લાગી, કેટલાકને નુકસાન થયાની લાગણી
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આજરોજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કર્યું છે. જેમાં દાહોદ જિલ્લામાં કુલ 1654 વિદ્યાર્થીઓ નોંધાયાં હતાં અને વર્ષે પણ કોરોનાની બીજી લહેરને પગલે તમામ વિદ્યાર્થીઓને પાસ કરી દેવામાં આવ્યાં છે. આ વર્ષે માત્ર 1654 પૈકી 6 વિદ્યાર્થીઓનોજ એ – 1ગ્રેડમાં સમાવેશ થયો છે. ક્યાંક ને ક્યાંક હોશિયાર વિદ્યાર્થીઓ સાથે અન્યાય થયો હોવાની પણ વાલીઓમાં ગણગણાટ સાંભળવા મળ્યો હતો.
કોરોનાની પ્રથમ લહેરમાં અને હાલ બીજી લહેરે પણ સમગ્ર દેશમાં હાહાકાર મચાવતાં શિક્ષણ આલમ પર પણ તેની વિપરિત અસર જોવા મળી રહી છે. કોરોનાને પગલે પરિક્ષાઓ રદ્દ પણ કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને જે તે વર્ગના ઉપલા વર્ગમાં ચઢાવી દઈ ગ્રેડ પ્રમોશન આપી દેવામાં આવ્યું છે.
આજે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે જેમાં દાહોદ જિલ્લામાં 1654 વિદ્યાર્થીઓ પરિક્ષા આપી હતી અને આ તમામ વિદ્યાર્થીઓને ઉપલા વર્ગમાં પ્રમોશન આપી દેવામાં આવ્યું છે. આ પૈકી દાહોદ જિલ્લામાં માત્ર 6 વિદ્યાર્થીઓનોજ એ-1 ગ્રેડમાં સમાવેશ થયો છે જ્યારે એ-2 ગ્રેડમાં 35, બી-1 ગ્રેડમાં 122, બી-2 ગ્રેડમાં 277, સી-1 ગ્રેડમાં 427, સી-2 ગ્રેડમાં 531, ડી ગ્રેડમાં 220, ઈ-1 ગ્રેડમાં 35 અને ઈ-2 ગ્રેડમાં 1 વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed