પરણીતા સાથે દુષ્કર્મ કરનાર વડોદરાના PSI સામે ગુનો દાખલ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક

તાલુકાની પરિણીત યુવતી્નું અપહરણ કરી લગ્ન રજિસ્ટર કરાવી દુષ્કર્મ આચરનાર સામે દાહોદ તાલુકા પોલીસે ગુનો દાખલ કર્યો છે. દાહોદના ગરબાડા તાલુકાના આંબલી ગામના અને વડોદરા શહેર ટ્રાફીક PSI તરીકે ફરજ બજાવતો પરિણીત ઉમેશ રામસીંગ નલવાયા વર્ષ 2016માં એક દાહોદ તાલુકાના એક ગામની ફાર્માસીસ્ટ તરીકે નોકરી કરતી પરિણીત યુવતીને ફસાવી તેના પતિ સાથે છૂટાછેડા લેવડાવી ગાંધીનગર લઇ જઈ લગ્ન રજીસ્ટર કર્યુ હતું.

ત્યાર બાદ અપહરણ કરી ગાડીમાં બેસાડી પરિણીતાને ફાર્મ હાઉસ તથા વડોદરા અમિતનગરના મકાનમાં ગોંધી રાખી હતી. ઉમેશે અવારનવાર પરિણીતાની મરજી વિરૂદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હતો. 5 ઓગસ્ટે પરિણીતાને બાવકા ગામે પંચોની હાજરીમાં મુકી ગયો હતો.પરિણીતાએ ઉમેશ નલવાયા, ત્રણ ઇસમો વિરૂદ્ધ દાહોદ તાલુકા પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી

0






Related News

Comments are Closed

%d bloggers like this: