પદ ગ્રહણ: દાહોદ જિલ્લા વિકાસ અધિકારી તરીકે તેજસ પરમારે પદભાર સંભાળ્યો

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • પદભાર સંભાળ્યા બાદ જિલ્લા પંચાયતમાં વિવિધ શાખાધિકારીઓ સાથે બેઠક યોજી

દાહોદ જિલ્લા વિકાસ અધિકારી તરીકે તેજસ પરમારે પદભાર સંભાળી લીધો છે. આ પૂર્વે તેઓ અમરેલી ખાતે ડીડીઓ તરીકે ફરજ બજાવતા હતા. મૂળ પાલનપુરના વતની એવા તેજસ પરમાર શિક્ષણમાં ઉચ્ચ કારકીર્દિ ધરાવે છે. તેમણે સુરત સ્થિત સરદાર વલ્લભભાઇ નેશનલ ઇન્સ્ટિટ્યુટ ખાતેથી મિકેનિકલમાં બીટેકની પદવી હાંસલ કર્યા બાદ ખાનગી કંપનીમાં ઉચ્ચા હોદ્દા ઉપર નોકરી કરી છે. એ બાદ અમદાવાદ ખાતે સરદાર પટેલ પ્રશાસનિક સેવા તાલીમ કેન્દ્રમાં તૈયારી કરી યુપીએસસીની પરીક્ષા પાસ કરી અને 2016માં ભારતીય પ્રશાસનિક સેવામાં જોડાયા છે.

આઇએએસની શરૂઆતની તાલીમ રાજકોટ જિલ્લામાં લીધા બાદ પ્રથમ નિમણૂંક દાહોદ પ્રાંત અધિકારી તરીકે પામ્યા હતા અને ત્યાંથી બઢતી સાથે અમરેલી ડીડીઓ તરીકે દોઢેક વર્ષ તરીકે ફરજ બજાવી છે. તેઓ દાહોદ જિલ્લાથી સુપરિચીત છે. આજે તેમણે પદભાર સંભાળ્યા બાદ જિલ્લા પંચાયતમાં વિવિધ શાખાધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને તેમણે એક ટીમ તરીકે લોકકલ્યાણના કામો કરવા માટે શાખાધિકારીઓને જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: