પંચમહાલ અને દાહોદને રાહત : 8 ડેમ છલોછલ

Dahod - પંચમહાલ અને દાહોદને રાહત : 8 ડેમ છલોછલ

પંચમહાલ જીલ્લામાં છેલ્લા ૨૪ કલાક ઉપરાંતના સમયથી વરસી રહેલા અવિરત વરસાદને લઈને જીલ્લામાં આવેલા નદી જળાશયોમાં નવા નીરની આવક થવા પામી છે . જેને લઈને હાલ પાનમ ડેમમાં ૧૦૦% ભરાઈ જવા પામ્યો છે.

ડેમની ભયજનક સપાટી ૧૨૭.૪૧ મીટર છે જયારે ડેમની હાલની સપાટી ૧૨૭. ૪૧ મીટરે પહોંચી છે ડેમમાં હાલ ૧૬૦૦૦ કયુસેક પાણીની ઉપરવાસમાં માછણનાળા ડેમ ઓવરફલો થવાને લઈને થઇ રહી છે . ત્યારે પાનમ ડેમનું રુલ લેવલ જાળવવા માટે ડેમમાંથી હાલ ૧૫૦૦૦ કયુસેક પાણી ડેમના ૩ દરવાજા ૧ ફૂટ સુધી ખુલ્લા કરીને પાનમ નદીમાં છોડવામાં આવી રહ્યું છે .

પાનમ ડેમમા નવા નીરની આવક થવાને લઈને જીલ્લાના ખેડૂતોમાં હર્ષની લાગણી પ્રવતી જવા પામી છે.

ડેમમાંથી સિંચાઈ માટે પણ હાલ ૫૦૦ કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જેને લઈને જીલ્લામાં ડાંગરના પાકને જીવતદાન મળ્યું છે .

પાનમ જળાશયમાંથી 15000 ક્યુસેક પાણી છોડાયું : ડેમમાં 16000 ક્યુસેક પાણીની આવક

પંચમહાલ જિલ્લાનો પાનમડેમ 100 % ભરાયો પાણીનું લેવલ ભયજનક સપાટી સુધી પહોચ્યું

ડેમના 3 દરવાજા ખોલી પાણી છોડાયું

પંચમહાલ અને દાહોદ જીલ્લામાં છેલ્લા ૨૪ કલાકથી પડી રહેલા વરસાદને લઈને પાનમ ડેમમાં પાણીની આવક થઇ હતી અને ડેમની ભયજનક સપાટી ૧૨૭.૪૧ મીટર છે ત્યાં લેવલ પહોંચતા ડેમના ૩ દરવાજા ખોલીને ૧૫૦૦૦ કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. અક્ષય ચૌધરી , મદદનીશ ઈજનેર પાનમ જળાશય યોજના

પાટાડુંગરીને બાદ કરતાં તમામ ડેમો છલકાયાં : સોમવારે વરસાદે પોરો ખાધો, ગરમીમાં રાહત

દાહોદ જિ.માં એક જ દિવસના વરસાદમાં આઠેય ડેમોમાં પાણીની આવકમાં વધારો

દાહોદ જિલ્લામાં શનિવારની પરોઢથી શરૂ રવિવારની પરોઢ સુધી વરસાદ વરસતા આખા જિલ્લામાં પાણી-પાણી થઇ ગયું હતું. છેલ્લા કેટલાય દિવસથી પોરો ખાધા બાદ શનિવારે સવારથી અચાનક જ ભાદરવો ભરપૂર થતા દાહોદ જિલ્લાના તમામ મથકોએ વરસાદ વરસતા સમગ્ર જિલ્લામાં ઠંડક પ્રસરી જવા પામી હતી. જિલ્લામાં સૌથી વધારે વરસાદ દાહોદમાં નોંધાયો હતો. દાહોદમાં શનિવારે સવારથી રવિવારે સવાર સુધીના 24 કલાકમાં 85 મીમી અર્થાત સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. મંગળવાર સવાર સુધીમાં દાહોદમાં 645મીમી. …અનુસંધાન પાના નં.2

48 કલાકમાં ક્યાં – કેટલો વરસાદω

દાહોદ જિલ્લાના લીમખેડામાં 32 મીમી, સીંગવડમાં 30 મીમી, ધાનપુરમાં 40 મીમી, દેવગઢ બારિયામાં 48 મીમી, ગરબાડામાં 72 મીમી, ઝાલોદમાં 73 મીમી,ફતેપુરામાં 84 મીમી, સંજેલીમાં 60 મીમી અને દાહોદમાં 87 મીમી વરસાદ પડ્યો હતો.

દાહોદ જિલ્લાના ડેમોની સપાટી

ડેમ પૂર્ણ સપાટી 21 સપ્ટે. 24સપ્ટે.

પાટાડુંગરી 170.54 168.55 168.95

માછણનાળા 277.64 277.30 278.80

હડફ 166 166.20 166.00

કાળી-2 257 256.00 257.10

ઉમરિયા 280 280.00 280.30

અદલવાડા 237.3 237.30 237.40

વાંકલેશ્વર 223.58 233.57 223.71

કબુતરી 186.3 186.35 186.60


Related News

Comments are Closed

%d bloggers like this: