નેતાઓ કોરોના ભુલ્યા: દાહોદ પાલિકાના હોદ્દેદારોના પદગ્રહણ સમારોહમાં પાલન કરાવનારાઓ જ કોરોનાની માર્ગદર્શિકાનું ભાન ભુલ્યા

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • Only Those Who Observed The Inauguration Ceremony Of The Office Bearers Of Dahod Municipality Forgot The Guidance Of Corona.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • ફોટોસેશનમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનુ પાલન ન કરી સ્મિત લહેરાવતાં ચહેરા ડર ફેલાવતા હતા કોરોના કાળમાં કામગીરી કરનારા અને કોરોનાનો ભોગ બનેલા પણ બિન્દાસ્ત દેખાયા

દાહોદ નગર પાલિકાના મુખ્ય હોદ્દદારોની વરણી 17 માર્ચે કરી દેવામાં આવી છે. ત્યાર બાદ હોળાષ્ટક બેસે તે પહેલાં જ પ્રમુખ-ઉપપ્રમુખે ચાર્જ સંભાળી લીધો હતો. આ પ્રસંગે આ તમામ હોદ્દેદારો અને શુભેચ્છકો ભાન ભુલી ગયા હોય તેમ જણાતું હતુ. આનંદના અતિરેકમાં મોટા ભાગના નેતાઓએ કોરોનોની માર્ગદર્શિકાનું છડેચોક ઉલ્લંઘન કર્યું હતુ.

જિલ્લામાં કોરોનાના તમામ નિયમોનો શિરચ્છેદ રાજકીય પક્ષો કરી રહ્યાં છે

ત્યારે આ નેતાઓ કેવી રીતે શહેરીજનોને બચાવશે તે વિચાર માંગતી બાબત છે. કારણ કે આ દિવસે જ જિલ્લામાં ત્રણ માસ પછી 19 કેસ નોંધાયા છે અને તેમાંથી 12 તો દાહોદ શહેરના જ છે. દાહોદ જિલ્લામાં કોરોના આંક ફરી વધી રહ્યો છે. ત્યારે તેને કેવી રીતે રોકવો તેના માટે વહીવટી તંત્ર મનોમંથન કરી રહ્યુ છે. તેનું પ્રથમ પગથિયું કોવિડની માર્ગદર્શિકાનુ ચુસ્ત પાલન કરવુ જરૂરી છે. જેમાં માસ્ક ફરજીયાત પહેરવો, સોશિયલ ડિસ્ટન્સીંગ રાખવુ અને સેનેટાઇઝેશન મુખ્ય છે. મેળાવડાઓ યોજવા નહી કે તેમાં જવુ નહી. પરંતુ જિલ્લામાં આ તમામ નિયમોનો શિરચ્છેદ તમામ રાજકીય પક્ષોના નેતાઓએ જ ચૂંટણીઓમાં કરી દીધો હતો.

કમોરતાં બેસે તે પહેલાં જ દાહોદ નગર પાલિકાના હોદ્દેદારોએ ચાર્જ સંભાળી લીધો

નવા ચૂંટાયેલા તમામ હોદ્દેદારોની જ પોત પોતાના વિસ્તારમાં કોરોના ન ફેલાય તેની જવાબદારી છે. અને તેના માટે વિધિવત હવાલા સંભાળ્યા પછી જ તેનો વ્યુહ નક્કી કરવામાં આવશે. જેથી કમોરતાં બેસે તે પહેલાં જ દાહોદ નગર પાલિકાના હોદ્દેદારોએ શુક્રવારે બપોરે ચાર્જ સંભાળી લીધો હતો. આટલી પ્રચંડ જીત મળી હોવાથી શુભેચ્છોકોનો ધસારો વધારે હોવો સ્વાભાવિક છે. ફોટોસેશનની ઉત્સુક્તા પણ હોય પરંતુ તેમાં ચેમ્બરમાં ભીડ વચ્ચે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીંગ વિના હસ્તા સિમ્ત લહેરાવતાં ચહેરા એક પ્રકારનો ડર પણ ફેલાવતા હતા.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: