નીર્ણય: દાહોદમાં રથયાત્રા પસાર થશે તે વિસ્તારોમાં કર્ફ્યુ લાગુ થશે

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક

દાહોદ ખાતે તા.12 જુલાઈના રોજ કાઢવામાં આવનાર 14મી રથયાત્રા સંદર્ભે દાહોદ જિલ્લા કલેક્ટર ડો હર્ષિત ગોસાવીએ એક જાહેરનામું બહાર પાડી કોરોના સંક્રમણને ધ્યાને લઈને રથયાત્રાનો નિર્ધારિત રૂટ ટૂંકો કરી જે વિસ્તારમાંથી રથયાત્રા નીકળશે તે વિસ્તારમાં નિયંત્રણો અમલી બનાવી શકાય તે કાજે જે તે સમયે જનતા કર્ફ્યુ લાગુ પાડવામાં આવશે તેમ જણાવ્યું છે.

રથયાત્રા માટે માત્ર 5 જ વાહનોની મર્યાદા સાથે બેન્ડવાજા, ભજન મંડળી, અખાડા વગેરે ઉપર પ્રતિબંધ સાથે જે તે સમયે માત્ર 60 જ વ્યક્તિઓ હાજર રહી શકશે અને 48 કલાક અગાઉના RTPCR નેગેટિવ રિપોર્ટ સાથે સોશિયલ ડિસ્ટન્સિંગ, ફેસ કવર અને માસ્કના નિયમો ચુસ્તતાથી પાલન કરી જાહેર કોવિડ ગાઈડલાઇનને અનુસારવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: