નિષ્ફળ પ્રયાસ: તસ્કરોએ દાહોદના પરેલની પોસ્ટ ઓફિસ અને ગેસ એજન્સીના ગોડાઉનના તાળા તોંડ્યાં પણ કંઇ હાથ ન લાગ્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • તસ્કરોને કશુંએ હાથ ન લાગતા વિલે મોઢે પરત ફર્યા
  • બીજી તરફ મામલતદાર કચેરીના પ્રાંગણમાંથી બાઇક ચોરાયાની ફરિયાદ

દાહોદ શહેરના પરેલ વિસ્તારમાં આવેલી પોસ્ટ ઓફિસ તેમજ ગેસ એજન્સીના ગોડાઉનના તાળા તોડી તસ્કરોએ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમના હાથે કંઇ લાગ્યુ ન હતુ. જ્યારે મામલતદાર કચેરીના પ્રાંગણમાં મુકેલી એક બાઇક ચોરાઇ ગઇ હતી. બંન્ને ઘટનાઓ સંદર્ભે પોલીસે ગુના નોંધી તપાસ હાથ ધરી છે.

દાહોદ શહેર પોલીસ મથકની હદમાં પરેલ વિસ્તારનો પણ સમાવેશ છે. આ રેલવે વિસ્તારમાં સરકારી પોસ્ટ ઓફિસ તેમજ ઇન્ડિયન ઓઇલની એક ગેસ એજન્સીનુ ગોડાઉન આવેલુ છે. ગત રાત્રે આ પોસ્ટ ઓફિસ તેમજ ગેસ એજન્સીના ગોડાઉનના તાળાં તોડી તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો હતો પરંતુ બંન્ને સ્થળેથી તસ્કરોને કશું જ મળ્યુ ન હતુ. પોસ્ટ ઓફિસમાં તો તિજોરીનુ તાળુ તોડવાનો પ્રયાસ પણ તસ્કરોએ કર્યો હતો. શહેર પોલીસ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તાળા તોડ્યા પણ તસ્કરોના હાથે કંઇ ન લાગ્યું

તાળા તોડ્યા પણ તસ્કરોના હાથે કંઇ ન લાગ્યું

મામલતદારની કચેરીની બહારથી બાઇક ચોરાઇ
જ્યારે બીજી તરફ દાહેદના મામલતદારની કચેરીએ તાલુકાના જ ખરોડ ગામના વાણિયા વાવ ફળિયામાં રહેતા પ્રતાપભાઇ હિંમતસિંહ ગુંડિયા કોઇ કામ અર્થે આવ્યા હતા. તે દરમિયાન તેમણે પોતાની મોટર સાયકલ ઓફિસની બહાર મસ્જીદ પાસે તાળુ મારીને પાર્ક કરી હતી. આ મોટર સાયકલ કોઇ તસ્કર તાળુ તોડીને ઉઠાવી જતાં તેમણે પણ શહેર પોલીસ મથકે ફરિયાદ નોધાવી છે. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.






Related News

Comments are Closed

%d bloggers like this: