નિવેદન: આપણે કોરોનાના ત્રીજા વેવ માટે તૈયારી કરવી જોઇએ : કલેક્ટર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • તાલુકાના હેલ્થ ઓફિસર્સ સાથે બેઠક
  • દાહોદ જિ.માં સંક્રમણનું પ્રમાણ 65%

દાહોદ જિલ્લાના તાલુકા હેલ્થ ઓફિસર્સ સાથે અઠવાડિયામાં બે વખત યોજાતી બેઠકના ભાગરૂપે કલેક્ટરે આજે ઓનલાઇન બેઠક યોજી કોરોનાની બીજી વેવમાં અપનાવેલી રણનીતિની સમીક્ષા કરી હતી. હોટસ્પોટ વિસ્તારમાં સઘન સર્વેલન્સ અને મેડીકલ કીટના વિતરણ તેમજ વેક્સિનેશન બાબતે જાગૃતિ અભિયાન બાબતે સમીક્ષા કરી હતી.

કલેક્ટર ખરાડીએ જણાવ્યું કે, કોરોના સંક્રમણનું પ્રમાણ ગ્રામ્યમાંથી 65 ટકા અને શહેરમાંથી 35 ટકાનું પ્રમાણ છે. જે વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં કેસો આવી રહ્યાં છે ત્યાં સર્વેલન્સની કામગીરી વધારવી. સર્વેલન્સ અને તેના આધારે થઇ રહેલા મેડીકલ કીટ વિતરણના ખૂબ સારા પરિણામો મળી રહ્યાં છે.

આ નીતિ પ્રમાણે એસિમ્ટોમેટિક અને માઇલ્ડ દર્દીઓ જલ્દીથી ઓળખાય છે. સમયસર મેડીકલ કીટ મળતાં દર્દી જલ્દી સાજા થઇ રહ્યાં છે. 85 ટકાથી વધુ આવા જ માઇલ્ડ કેસો જ હોય છે જેને શરૂઆતના જ તબક્કામાં રોકી લેવાથી દવાખાનામાં દાખલ થવા જેવી ગંભીર સ્થિતિ થતી નથી. જે વિસ્તારો હોટસ્પોટ છે. ત્યાંના લોકોને વેક્સિનેશનની કામગીરી ખૂબ જરૂરી છે. ધન્વંતરિ રથ અને સર્વે.ની કામગીરી પણ વધારે. જે લોકોને કોરોનાના લક્ષણો જણાઇ છે તેમને તુરત જ મેડીકલ કીટ આપવી જોઇએ.

અત્યારે તમામ તાલુકામાં સંક્રમણ ઘટી રહ્યું છે ત્યારે કામગીરી સઘન રીતે થવી જોઇએ.તેમણે જણાવ્યું કે, આપણે સંભવિત ત્રીજા વેવ માટે પણ અત્યારથી જ તૈયારી કરવી જોઇએ. એ માટે જરૂરી સંસાધનોની અત્યારથી જ વ્યવસ્થા કરવી જોઇએ.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: