નિર્માણ નિધિ સમર્પણ અભિયાન: દાહોદ જિલ્લામાં શ્રીરામ મંદિર નિર્માણ માટે કુલ 14.21 લાખનું દાન નોંધાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar

પ્રતિકાત્મક તસવીર.

  • જિલ્લામાં પૂરબહારમાં ચાલતું મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાન

દાહોદ ખાતે શ્રીરામ મંદિર નિર્માણ માટે નિધિ સમર્પણ અભિયાન અંતર્ગત દાનનો પ્રવાહ આરંભાઈ ગયો છે.ભગવાન શ્રીરામના ભવ્ય મંદિર નિર્માણ માટે યથાશક્તિ સહયોગ કરવા માટે જિલ્લાના 700 થી વધુ ગામોના 6 લાખ પરિવારોનો સંપર્ક કરાઈ રહ્યો છે. તા.15 થી 27 જાન્યુઆરી સુધી ચાલનાર આ મહાઅભિયાનમાં દાહોદ જિલ્લાના નાનામોટા દરેક ગામના જે તે વ્યક્તિ સુધી પહોંચવા માટેનું ખૂબ જ સુક્ષ્મ આયોજન થયું છે.

આ અંતર્ગત દાહોદ સાંસદ જશવંતસિંહ ભાભોર દ્વારા રૂ.1,51,111, ધાનપુરથી રાજ્યના મંત્રી બચુભાઇ ખાબડ દ્વારા રૂ.1,11,111, દેવગઢ બારિયાથી રાજવી પરિવારના રાજમાતા ઉર્વશીદેવી તેમજ તુષારસિંહ બાબા દ્વારા રૂ.1,00,001, જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઇ અમલિયાર દ્વારા રૂ. 51,000, દાહોદ ખાતે સાગર સિલેક્શન પરિવાર દ્વારા રૂ. 11,111 ઝાલોદ ખાતે વસંત મસાલા પરિવાર દ્વારા રૂ.

41,000, ફતેપુરાથી ધારાસભ્ય રમેશભાઈ કટારાએ રૂ.51,000, ભાજપ દાહોદ જીલ્લા ઉપાધ્યક્ષ પ્રફુલભાઈ ડામોરે રૂ.51,000 અને લીમખેડા ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર તરફથી પણ રૂ.51,000 દાન પ્રાપ્ત થયું હતું. આમ, વિવિધ તાલુકા મથકોએ શરૂઆત થયા બાદ જિલ્લાભરમાંથી દરેક નાનામોટા વ્યક્તિઓ આમાં પોતાનો ફાળો યથાશક્તિ નોંધાવી રહ્યાં છે.પ્રાપ્ત માહિતી અનુસાર મંદિર નિર્માણ અભિયાન અંતર્ગત મંગળવારે બપોર સુધીમાં જિલ્લામાંથી કુલ મળીને રૂ.14.21 લાખનું દાન નોંધાઈ ચુક્યું છે‌.

દરેક વ્યક્તિ ગર્વ લઈ શકે તેવું આયોજન થયું છે
વિ.હિ.પ. અને સંઘની જિલ્લાની અને દરેક તાલુકાઓની રચાયેલી જે તે સમિતિઓના આયોજન દ્વારા દાહોદ જિલ્લાના નાનામોટા સહુનો સહયોગ પ્રાપ્ત થાય અને દરેક વ્યક્તિ 500 વર્ષના લાંબા સંઘર્ષ અને લાખો બલિદાનો બાદ રામલલ્લાનાં જન્મસ્થાને આકાર પામનાર ભવ્ય રાષ્ટ્રમંદિર નિર્માણમાં સહયોગનો ગૌરવ લઈ શકે તેવો શુભાશય કેળવાયો છે.


Related News

Comments are Closed

%d bloggers like this: