નિર્ણય: 23 નવે.થી કોર્ટ શરૂના આદેશથી દાહોદના વકીલોમાં ખુશી છવાઇ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • કોરોનાકાળમાં લગભગ 8 માસથી અદાલતો બંધ છે

કોરોનાનું સંક્રમણ આરંભાયા બાદ 8 મહિનાથી દેશમાં કોર્ટનું કામકાજ બંધ હતું. તે ફરીથી શરૂ કરવા માટે તા. 23 નવે.થી ફરીથી કોર્ટ શરૂ કરવા માટે ગુજરાત હાઈકોર્ટ દ્વારા આદેશ થતા દાહોદ ખાતે ગતિવિધિઓ આરંભાતા ન્યાયાલય પરિસરમાં હર્ષ ફેલાયો છે.

દાહોદ જિલ્લાના મુખ્ય ન્યાયાલયમાં આશરે 150 વકીલો અને કોર્ટનો સ્ટાફ, વકીલોનો સ્ટાફ વગેરે મળીને આશરે 250થી 300 અન્ય લોકો આ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. આ તમામ આઠ માસથી કોર્ટનું કામકાજ જડબેસલાક બંધ હોઈ બેકાર બન્યા હતા. તો વકીલો સામાન્ય આર્થિક પરિસ્થિતિ ધરાવતા હોઈ તેમને ફરજિયાત બંધ દરમિયાન ઘણા અંશે આર્થિક કટોકટી ઉભી થતા વેઠવાનું આવ્યું છે અને હવે કોરોનાનું સંક્રમણ ઘટતા દિવાળી બાદ 23 નવે.થી ગુજરાતના 4 મહાનગરો સિવાયની તમામ અદાલતોમાં ફિઝિકલ કેસોની સુનાવણીનું કામ આરંભવા ગુજરાત હાઈકોર્ટે આદેશ કર્યો છે. ત્યારે સ્વાભાવિક રીતે દાહોદ ન્યાયાલય ખાતે પણ ફરીથી કેસોનું કામકાજ ચાલુ થશે. આમ, દાહોદ કોર્ટ સાથે સંકળાયેલા વકીલો, કોર્ટનો સ્ટાફ અને વકીલોના સ્ટાફ સહિત તમામ કર્મીઓને પુન: કામ મળતું થશે એ આશામાં હર્ષની લાગણી ફેલાઈ જવા પામી છે.






Related News

Comments are Closed

%d bloggers like this: