નિર્ણય: વડોદરા-કોટા પાર્સલ ટ્રેનનો 15 માસ બાદ પ્રારંભ, કોટા-મંદસૌર 5 જુલાઇથી શરૂ થશે

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • ઓછામાં ઓછું રૂા. 30 ભાડું લાગશે

સામાન્ય મુસાફરોને રાહત આપતા રેલવેએ ગુરુવારે બે મુખ્ય પેસેન્જર ટ્રેનોનો શેડ્યુલ બહાર પાડ્યો હતો. જેમાં પાર્સલ પેસેન્જર એટલે કે કોટા-વડોદરા-કોટા 2 જુલાઇથી શરૂ કરવામાં આવી હતી. જ્યારે કોટા-મંદસૌર-કોટા 5 જુલાઇથી શરૂ કરવામાં આવશે. સ્પેશ્યલ રૂપે ચલાવવામાં આવનાર આ ટ્રેનોમાં મુસાફરી માટે નોનો રિઝર્વેશન મેલય એક્સપ્રેસનું ઓછામાં ઓછુ 30 રૂપિયા ભાડુ ચુકવવુ પડશે. હેડક્વાર્ટરથી પરવાનગી મળ્યા બાદ મંડળના રેલ પ્રબંધક કાર્યલયે શેડ્યુલ બહાર પાડ્યુ હતું. કોરોનાના પ્રારંભ સાથે જ 15 માસ પહેલાં જીવાદોરી ગણાતી આ ટ્રેન બંધ કર હતી.

05832 કોટા-વડોદરા : કોટાથી સવારે 10.40 વાગ્યે નીકળેલી ટ્રેન 3 તારીખે સવાર 8.15 વાગ્યે મેઘનગર, 8.30 વાગ્યે અનાસ, 8.40 વાગ્યે બોરડી, 8.55 વાગ્યે દાહોદ,9.11 વાગ્યે રેટિયા, 9.39 વાગ્યે જેકોટ, 9.55 વાગ્યે મંગલમહુડી, 10.04 વાગ્યે લીમખેડા,,10.14 વાગ્યે પીપલોદ, 10.29 વાગ્યે સંતરોડ, 10.55 વાગ્યે ચંચેલાવ,11.01 વાગ્યે કાનસુધી ગોધરા થઇ રાત્રે 1.50 વાગ્યે વડોદરા પહોંચશે.

05831 વડોદરા – કોટા: વડોદરાથી સવારે 7.10 વાગ્યે નીકળી ટ્રેન ગોધરા થઇ 9.14 વાગ્યે કાનસુધી, 9.22 વાગ્યે ચંચેલાવ, 9.13 વાગ્યે સંતરોડ, 9.43 વાગ્યે પીપલોદ, 9.52 વાગ્યે લીમખેડા, 10.06 વાગ્યે મંગલમહુડી, 10.23 વાગ્યે જેકોટ, 10.31 વાગ્યે રેટિંયા,10.40 વાગ્યે દાહોદ, 10.58 બોરડી,11.06 અનાસ,1.24 વાગ્યે મેઘનગર થઇ કોટા સુધી જશે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: