નિર્ણય: દાહોદ શહેર સહિત જિલ્લામાં રવિવારે બંધ રખાયો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ4 કલાક પહેલા
- કૉપી લિંક
પાલિકા તંત્ર દ્વારા દાહોદમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો.
- છેલ્લા અઠવાડિયાથી સેનિટાઇઝરનો છંટકાવ અને સફાઈની કામગીરી ચાલી રહી છે
- નવી સૂચના ના અપાય ત્યાં સુધી જિલ્લો બંધ રાખવાનું જાહેરનામું
- દાહોદ જિલ્લામાં રવિવારે છેલ્લા 3 માસના સૌથી વધુ 29 કેસ નોંધાયા
દાહોદ જિલ્લામાં ફરીથી વ્યાપક થયેલ કોરોના સંક્રમણને ધ્યાને લઈને દાહોદ કલેક્ટર વિજય ખરાડીએ ગત સપ્તાહે હોળી-ધૂળેટીના પર્વ નિમિત્તે વેપારીઓને વ્યવસાય થાય તે માટે છૂટ આપી હતી જે પુન: તા.4 એપ્રિલથી નવી સૂચના ના અપાય ત્યાં સુધી દાહોદ શહેર સહિત જિલ્લો બંધ રાખવાનું જાહેરનામુ પ્રકાશિત કર્યું છે.
ત્યારે રવિવારે દાહોદ શહેર અને જિલ્લાના અન્ય તાલુકાઓએ જલ્દી જલ્દી જિલ્લો કોરોના મુક્ત બને તે માટે સંપૂર્ણ બંધ પાળી તંત્રને સહકાર આપ્યો હતો. દરમ્યાનમાં દાહોદ પાલિકા તંત્ર દ્વારા શહેરમાં છેલ્લા અઠવાડિયાથી સેનિટાઇઝરનો છંટકાવ અને સફાઈની કામગીરી ચાલી રહી છે જ અંતર્ગત રવિવારે તમામ મુખ્ય બજારોમાં તથા સ્ટેશન રોડ. એમ. જી. રોડ. પડાવ હનુમાન બજાર. મંડાવ રોડ, કોર્ટ રોડ. તથા ગોદીરોડ વગેરે વિસ્તામાં સેનિટાઈઝિંગની કામગીરી કરવામાં આવી હતી.
વધુ બે મૃત્યુ સાથે કોરોનાથી કુલ મોત108
દાહોદ જિલ્લામાં રવિવારે કોરોનાના નવા 29 કેસ નોંધાયા હતા. દાહોદ શહેર અને જિલ્લામાં તા.04 એપ્રિલ 2021ના રોજ Rtpcr ટેસ્ટના 922 સેમ્પલો પૈકી 25 પોઝિટિવ અને રેપીડના 584 સેમ્પલો પૈકી 4 પોઝિટિવ નોંધાયા હતા. રવિવારે નવા કેસ પૈકી દાહોદ શહેરના 8, દાહોદ ગ્રામ્ય અને ફતેપુરાના 4 -4, દેવગઢ બારિયા અર્બનના 10 તથા ઝાલોદ ગ્રામ્ય, લીમખેડા, સંજેલીના 1-1 નોંધાયા હતા. આ સાથે વધુ બે સંક્રમિતોના મોત સાથે કુલ મૃત્યુઆંક 108 થયો છે. જિલ્લામાં સાજા થયેલા 20 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે અને કોરાનાના એક્ટિવ કેસોની સંખ્યા 191 થઇ છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed