નિર્ણય: દાહોદ જિલ્લામાં ખેલો ઇન્ડિયા સેન્ટર શરૂ કરાશે
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક
- અરજી કરવા માટેનો આજે છેલ્લો દિવસ
- વાર્ષિક મળવાપાત્ર સહાય રૂપિયા 5 લાખ
ભારત સરકારની ગાઈડલાઈન અનુસાર અત્રેના દાહોદ જિલ્લામાં ખેલો ઇન્ડિયા સેન્ટર શરૂ કરવામાં આવનાર છે. આ માટે દરેક ભૂતપૂર્વ વિજેતા ખેલાડી કે જેઓ હાલ રમતોનું પ્રશિક્ષણ આપતા હોય કે જેઓની જરૂરી લાયકાત વ્યક્તિગત કે ટીમ ઇવેન્ટમાં નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશન અથવા એસોસિએશન હેઠળ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભારતનું પ્રતિનિધિત્વ કરેલ હોય, સિનીયર નેશનલ ટુર્નામેન્ટ તથા ખેલો ઇન્ડિયા ગેમ્સમાં મેડલ મેળવેલ હોય, ઓલ ઇન્ડિયા આંતર યુનિવર્સિટી ટુર્નામેન્ટ માં મેડલ વિજેતા હોય, સિનિયર નેશનલ ટુર્નામેન્ટમાં રાજ્યનું પ્રતિનિધિત્વ કરેલ હોય અથવા ખેલો ઇન્ડિયા ગેમ્સમાં ભાગ લીધેલ હોય કે જેઓની ઉંમર 40 વર્ષથી નીચે હોય તેવા ખેલાડીઓ તથા પાંચ વર્ષથી વધુ સમયથી રમતગમત ક્ષેત્ર પ્રોત્સાહન પૂરું પાડતી હોય તેવી એકેડમી/સંસ્થા/શાળાઓ પોતાની દરખાસ્તો વધુમાં વધુ ત્રણ રમતો માટે જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, જિલ્લા સેવા સદન કમ્પાઉન્ડ, જિલ્લા સર્વે ભવન, પ્રથમ માળ, કોન્ફરન્સ હોલ, ઝાલોદ રોડ,દાહોદ ખાતે આગામી તા.25 મેના સાંજે 5 કલાક સુધીમાં અરજી જરૂરી તમામ ડોક્યુમેન્ટ સાથે રૂબરૂ મોકલી આપવાની રહેશે. ઓનલાઇન અરજી ફોર્મ nsrs.kheloindia.gov.in પરથી રજીસ્ટ્રેશન કરી મેળવી શકાશે.
ભારત સરકારના રમતગમત મંત્રાલય દ્વારા ખેલો ઇન્ડિયા યોજના હેઠળ દેશભરમાં 1000 ખેલો ઇન્ડિયા સેન્ટર જિલ્લા કક્ષાએ શરૂ કરવા માટેની યોજના અંતર્ગત તાલીમ માટે ઓલમ્પિક-2024ને ધ્યાને લઇ આર્ચરી, એથ્લેટીક્સ, બેડમિન્ટન, બોક્સિંગ, સાયકલિંગ, હોકી, જુડો, રોવિંગ, શુટિંગ, ટેબલ ટેનિસ, વેઇટલિફટીંગ, કુસ્તી જેવી 14 રમતોનો સમાવેશ કરવામાં આવેલ છે.
આ ખેલો ઇન્ડિયા સેન્ટરમાં વધુમાં વધુ ત્રણ રમતો તથા રમત દીઠ ઓછામાં ઓછા 30 તાલીમાર્થીઓ હોય તેવી સંસ્થા અથવા ભૂતપૂર્વ ખેલાડીઓ આ સેન્ટર શરૂ કરવા માટેનો લાભ મેળવી શકશે. આ ખેલો ઇન્ડિયા સેન્ટર માટે પ્રત્યેક રમત દીઠ એક વખત મળવાપાત્ર શરૂઆતી સહાય રૂપિયા 5 આપવામાં આવશે. ત્યારબાદ જરૂરી સ્ટાફનું માનદવેતન, નવા રમતના સાધનો ખરીદી કરવા, સ્પોર્ટ્સ કીટ, સ્પર્ધામાં ભાગ લેવા માટે થનાર ખર્ચ માટે પ્રત્યેક રમત દીઠ વાર્ષિક મળવાપાત્ર સહાય રૂપિયા 5 લાખ રહેશે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed