નિર્ણય: દાહોદ જિલ્લાની સરકારી શાળાઓમાં 62 શિક્ષણ સહાયકોને નિમણૂકપત્રો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ43 મિનિટ પહેલા

  • કૉપી લિંક

દાહોદ જિલ્લાની સરકારી શાળાઓમાં શિક્ષક કર્મ માટે પસંદગી પામેલા 62 શિક્ષણ સહાયકોને ગુરુવારે નિમણૂંકપત્રો એનાયત કરાયા હતાં. આ પ્રસંગે ખાબડે જણાવ્યુ હતું કે,દાહોદ જિલ્લામાં શિક્ષણક્ષેત્રે ખૂટતી કડીઓ જોડવા માટે રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ સહાયકોની નિયુક્તિ કરી છે. કલેક્ટર વિજય ખરાડીએ આ પ્રસંગે જણાવ્યું કે, બાળકોમાં ભણવા રસ ઉત્પન્ન થાય એ રીતે શિક્ષણ કરવું પડશે.

દાહોદ છેવડાનો જિલ્લો છે, પણ અહીં બાળકોમાં શિક્ષણની ભૂખ બહુ જ સારી છે. એટલે નવા શિક્ષકો પાસેથી બહેરત અપેક્ષા હોય એ સ્વાભાવિક છે. મહાનુભાવોના હસ્તે યુવાશિક્ષકોને નિયુક્તિપત્રો એનાયત કરાયા હતા. સ્વાગત પ્રવચન જિલ્લા શિક્ષણાધિકારી કાજલ દવેએ કર્યું હતું. નાયબ કલેક્ટર ગણાવા, પ્રાચાર્ય એસ. વી. રાજશાખા, શિક્ષણ નિરીક્ષક સુરેશ મેડા ઉપસ્થિત રહ્યા હતા.






Related News

Comments are Closed

%d bloggers like this: