નિર્ણય: દાહોદ જિલ્લાના પીપલોદ અને ચાકલીયા આઉટ પોસ્ટને પોલીસ સ્ટેશનમાં અપગ્રેડ કરાઈ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક
- દાહોદ બોર્ડરનો જિલ્લો હોઈ ગુનાઓને નિયંત્રિત કરવાનો મહત્વનો નિર્ણય
- બન્ને પોલીસ સ્ટેશનમાં 1-1 અનાર્મ PSI સહિત કુલ 117 પોલીસ કર્મીઓ ફરજો બજાવશે
ગૃહ રાજય મંત્રી પ્રદિપસિહ જાડેજાએ જણાવ્યુ છે કે, રાજયના અંતરિયાળ વિસ્તારના અને છેવાડાના નાગરિકો સુલેહ શાંતિનો અહેસાસ અનુભવે એ જ અમારી પ્રાથમિકતા રહેલી છે અને રહેશે જ એટલે જ અમે અનેક કડક કાયદાઓનુ નિર્માણ અને કાયદાઓમાં સુધારાઓ પણ કર્યા છે. દાહોદ જિલ્લો એ સરહદ વિસ્તારનો જિલ્લો હોઈ ગુનાઓના અસરકારક નિયંત્રણ માટે દાહોદ જિલ્લાના પીપલોદ અને ચાકલીયા આઉટ પોસ્ટને પોલીસ સ્ટેશનમાં અપગ્રેડ કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.
મંત્રી જાડેજાએ ઉમેર્યુ કે, રાજયના પોલીસ દળને વધુ સુદ્રઢ બનાવવા માટે વિવિધ હેતુસર વિવિધ સંવર્ગની કુલ -7610 જગ્યાઓની મંજુર કરવામાં આવી છે. જેના ભાગરૂપે દાહોદ જિલ્લાના પીપલોદ અને ચાકલીયા આઉટ પોસ્ટને અપગ્રેડ કરી નવા પીપલોદ પોલીસ સ્ટેશન અને ચાકલીયા પોલીસ સ્ટેશન શરૂ કરવામાં આવનાર છે. પીપલોદ પોલીસ સ્ટેશનમાં 2 પો.સ.ઇ. તથા 6 એ.એસ.આઇ. , 21 હે.કો., 44 પો.કો. ની નિમણુંક કરવામાં આવનાર છે. ચાકલીયા પોલીસ સ્ટેશનમાં 2 પો.સ.ઇ. તથા 6 એ.એસ.આઇ. , 21 હે.કો. , 44 પો.કો. મળી કુલ 117 પોલીસ કર્મીઓની નિમણુંક કરવામાં આવનાર છે. જેમાં પીપલોદ આઉટ પોસ્ટમાં અગાઉ 17 ગામડાઓનો સમાવેશ થતો હતો.
પીપલોદ પોલીસ સ્ટેશનએ દેવગઢ બારીયા પોલીસ સ્ટેશનમાંથી છુટું પાડી જેમાં કુલ -16 ગામડાઓનો સમાવેશ કરાશે. આ પોલીસ સ્ટેશનમાં મોટીઝરી અને અસાયડી એમ બે આઉટ પોસ્ટ બનાવાશે. પીપલોદ પોલીસ સ્ટેશનમાં 2 પો.સ.ઇ. તથા 6 એ.એસ.આઇ. , 21 હે.કો. , 44 પો.કો.ની નિમણુંક કરવામાં આવનાર છે . પીપલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી નેશનલ હાઇવે નંબર 47 પસાર થતો હોય અને ભૂતકાળમાં હાઇવે લુંટ, ધાડના બનાવો બનેલ હોય તેમજ પ્રોહીબીશનની બદીને ડામવા માટે ખુબ જ મહત્વ ધરાવતું પોલીસ સ્ટેશન સાબિત થશે .તેમણે ઉમેર્યુ કે,ચાકલીયા આઉટ પોસ્ટમાં અગાઉ 26 ગામડાઓનો સમાવેશ થતો હતો.
ચાકલીયા પોલીસ સ્ટેશન એ લીમડી પોલીસ સ્ટેશનમાંથી છુટ્ટુ પડેલ છે અને જેમાં કુલ 34 ગામડાઓનો સમાવેશ કરવામાં આવનાર છે. ચાકલીયા પોલીસ સ્ટેશનના કુલ 34 ગામડાઓ પૈકી 27 ગામડા લીમડી પોલીસ સ્ટેશન વિસ્તારના તથા 7 ગામડા ઝાલોદ પોલીસ સ્ટેશન વિસ્તારનો સમાવેશ કરવામાં આવનાર છે. ચાકલીયા પોલીસ સ્ટેશનમાં 2 પો.સ.ઇ. તથા 6 એ.એસ.આઇ. , 21 હે.કો., 44 પો.કો.ની નિમણુંક કરવામાં આવનાર છે. ચાકલીયા પોલીસ સ્ટેશનને રાજસ્થાન તથા મધ્યપ્રદેશ રાજયની હદ સ્પર્શતી હોય પ્રોહીબીશનની બદીને ડામવા તથા આંતરરાજય ચોરી, લુંટ, ધાડના ગુના અટકાવવા માટે ખુબ જ મહત્વ ધરાવતું પોલીસ સ્ટેશન સાબિત થશે તેમ તેમણે ઉમેર્યુ છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed