નિર્ણય: દાહોદમાં RTPCR ટેસ્ટ રિપોર્ટના આધારે જ હોસ્પિટલોને રેમડેસિવીર ઈન્જેક્શન અપાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ4 કલાક પહેલા

  • કૉપી લિંક
  • નવા પરિપત્ર પ્રમાણે સીટી સ્કેનના રિપોર્ટ ચાલશે નહીં દર્દીના સંબંધીઓે સીદા ઈન્જેકશન અપાશે નહીં

ગુજરાત મેડીકલ સર્વિસીસ કોર્પોરેશન લીમીટેડ દ્વારા ગોઠવાયેલી વિતરણ વ્યવસ્થા પ્રમાણે હવેથી નિયત કરાયેલા ફોર્મ અને દસ્તાવેજોના આધારે રેમડેસિવીર ઇન્જેક્શનનો જથ્થો ખાનગી હોસ્પીટલોને જ સીધો આપવામાં આવશે. આ સંદર્ભે આરોગ્ય અધિકારી ડો. રમેશ પહાડિયાએ જણાવ્યું કે, મુખ્ય જિલ્લા તબીબી અધિકારીને ખાનગી હોસ્પીટલોએ ઇન્ડેન્ટ ફોર્મ ભરીને અરજી કરવાની રહેશે. જેમાં દાખલ દર્દીના કેસની વિગત, ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન અને હિસ્ટ્રીશીટ, દર્દીના આધારકાર્ડની નકલ અને આરટીપીસીઆર પોઝિટિવ કેસની નકલ જોડવાની રહેશે.

આ અરજી ખાનગી હોસ્પીટલોએ જ કરવાની છે. એટલે કે દર્દીના સંબંધીઓએ ઇન્જેક્શન મેળવવા માટેના પ્રયત્નો કરવા નહી. રેમડેસિવીર ઇન્જેક્શન સરકારે નિયત કરેલા દરે જ હોસ્પીટલોને આપવામાં આવશે અને તે ચાર્જ દર્દીએ ચૂકવવાનો રહેશે. અરજી ફોર્મ સાથે આરટીપીસીઆર ટેસ્ટ જોડવો ફરજીયાત છે. ઇન્જેક્શનના રકમની ચૂકવણી ગુજરાત મેડીકલ સર્વિસીસના બેન્ક એકાઉન્ટમાં ઓનલાઇન પણ કરી શકાશે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: