નિરાશા: મધ્ય ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓને ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સનો દરજ્જો ન અપાતાં રોષ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • દાહોદ જિલ્લાના 75થી વધુ વીજકર્મીઓ સેવા કાળ દરમિયાન કોરોના સંક્રમિત થયા દવાખાના, કોવિડ સેન્ટરો અને આરોગ્ય કેન્દ્રોમાં વીજ કર્મીઓ જ વીજ પુરવઠો યથાવત રાખી રહ્યા છે

દાહોદ જિલ્લામાં કોરોનાના કહેરથી કોઇ વર્ગ હવે બાાકી રહ્યો નથી. સરકારી કર્મચારીઓ પણ તેનો ભોગ બની રહ્યા છે. તેવી જ રીતે જિલ્લામાં એમજીવીસીએલમાં ફરજ બજાવતાં 75 જેટલા વીજકર્મીઓ પણ બીજી લહેરમાં કોરોના સંક્રમિત થયા હોવાની માહિતી મળી છે. બીજી તરફ એમજીવીસીએલના કર્મચારીને ફ્રન્ટ લાઇન કોરોના વોરિયર્સનો દરજ્જો આપવામાં ન આવ્યો હોવાથી આ કર્મચારી આલમમાં નિરાશા સાથે રોષ પણ છવાયેલો છે.

દાહોદ જિલ્લામાં કોરોના હવે ઘર ઘર સુધી પહોંચી ગયો છે ત્યારે શહેરથી માંડી ગામડાંઓ અને ગામડાંઓથી માંડી ગલીઓમાં કોરોનાના બિહામણાં દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ કપરા કાળમાં પણ કોરોનાના ટેસ્ટની કીટ, ઇન્જેકશન અને ઓક્સિજન વાળા બેડ ખુટી પડ્યા છે. ત્યારે પ્રજા જાણે હવે સરકારની સંવેદનશીલતા ઓળખી ગઇ હોય તેવા ઉદ્ભગારો સાંભળવા મળી રહ્યા છે.આ અછતમાં પોતાના સ્વજનોના જીવ બચાવવા આજે ગરીબથી માંડી તવંગર તમામ એક જ કતારમાં ઉભા છે ત્યારે જીવનના મુલ્ય સામે કોરોનાએ તમામ ભેદ રેખાઓ ભુંસી નાખી છે.

કોરોના જંગ જીતવા મુખ્યત્વે આરોગ્યકર્મીઓ સામી છાતીએ એક વર્ષથી ઝઝુમી રહ્યા છે. તેવી જ રીતે પોલીસ કર્મીઓ અને સમગ્ર વહીવટી તંત્રના અધિકારીઓ કર્મચારીઓ કોરોના યોધ્ધોઓ પણ આ યુધ્ધમાં સામિલ છે. આવા તમામને ફ્રન્ટ લાઇન કોરોના વોરિયર્સનો દરજ્જો સરકારે આપેલો છે.જેથી આવા કોરોના વોરિયર્સનું રસીકરણ પણ પ્રાથમિક તબક્કે પૂર્ણ કરી દેવાયુ છે.

વીજ પુરવઠો પુરો પાડી તે ખોરવાય નહી તેના માટે મધ્ય ગુજરાત વીજ કંપનીની સેવાઓને આવશ્યક સેવા ગણવામાં આવે છે.કોરોના કાળમાં આ વીજ કંપનીના કર્મચારીઓ પણ દવાખાનાઓ,કોવિડ સેન્ટરો, આરોગ્ય કેન્દ્રો તેમજ સેવાઓ પુરી પાડતી સંસ્થાઓ કે સંગઠનો જ્યાં કાર્યરત હોય ત્યાં વીજ પુરવઠો યથાવત રહે તેના માટે રાત દિવસ ખડે પગે સેવા આપી રહ્યા છે. તેમ છતાં તેમને ફ્રન્ટ લાઇન કોરોોના વોરિયર્સનો દરજ્જો આપવામાં ન આવતા આ કર્મચારી આલમ ખિન્ન થયેલો છે.

દાહોદ જિલ્લામાં 75 જેટલા વીજ કર્મીઓ તેમજ અધિકારીઓ કોરોનાથી સંક્રમિત થઇ ચુક્યા છે તેમજ કેટલાયેના પરિવારજનો પણ કોરોનાનો ભોગ બની રહ્યા છે. જેથી આવા કર્મચારીઓ હોમ ક્વોરોન્ટાઇન પણ છે. તેમ છતાં કોરોના કાળમાં પ્રજાની પડખે રહીને અન્ય કર્મચારી ગણ જેમ જ સેવા કરનારા વીજ કર્મીઓને પણ ફ્રન્ટ લાઇન કોરોોના વોરિયર્સનો દરજ્જો મળે તેવી માંગ ઉઠી રહી છે.

દાહોદ એમજીવીસીએલના ઇજનેર અને ગુજરાત ઇલેકટ્રીકલ એન્જીનીયર્સ એસોસીએશનના વિશેષ મહામંત્રી મહેન્દ્રસિંહ નાયકે જણાવ્યુ છે કે વીજ કર્મીઓ પણ જીવના જોખમે કોરોના કાળમાં લોકસેવા માટે ઝઝુમી રહ્યા છે.જેથી તેમને ફ્રન્ટ લાઇન કોરોના વોરિયર્સનો દરજ્જેો મળવો જ જોઇએ.અન્યથા આ આમારી સાથેનો અન્યાય કહેવાશે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: