નવો વળાંક: દાહોદ જિલ્લા મુખ્ય અધિકારીને એનએચએમના કર્મચારીઓએ વકીલ દ્રારા નોટીસ ફટકારતાં ખળભળાટ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ4 કલાક પહેલા

  • કૉપી લિંક
  • તંત્ર કહે છે સામુહિક રાજીનામાં આપ્યા છે જેનો સ્વીકાર કરી લેવામાં આવ્યો છે કર્મચારીઓના વકીલે નોટીસમાં જણાવ્યુ કે રાજીનામાં આપ્યા જ નથી તો છુટા કેમ કર્યા ?

દાહોદ જિલ્લામાં આરોગ્ય વિભાગમાં એનએચએમ અંતર્ગત ફરજ બજાવતાં 433 જેટલા કર્મચારીઓએ સામુહિક રાજીનામા આપ્યા હોવાનું જણાવી તમામના રાજીનામા મંજૂર કરી દેવાતા તેઓ હાલ ફરજ બજાવી શક્તા નથી.બીજી તરફ આ કર્મચારીઓને હાજર કરવામાં નહી આવે તો મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સામે કાયદેસરની કાર્યવાહી કરવા વકીલ મારફતે નોટીસ ફટકારવામાં આવતા ઘટનામાં નવો વળાંક આવ્યો છે.

દાહોદ જિલ્લામાં હાલમાં કપરો કોરોના કાળ ચાલી રહ્યો છે ત્યારે આરોગ્ય વિભાગમાં જ ગ્રહણ વેળાએ સાપ નીકળ્યો હોય તેવો ઘાટ સર્જાયો છે.કારણ કે પહેલા સરકારી તબીબોએ આવેદન પત્ર આપી પોતાની માંગણીઓ સંતોષવા માંગ કરી હતી.ત્યાર બાદ એનએચએમ અંતર્ગત ફરજાધિન કર્મચારીઓએ પણ હડતાળનું શસ્ત્ર ઉગામ્યુ હતુ.ત્યારે આ હડતાળ બાદ તંત્ર અને એનએચએમ ના કર્ચમારીઓ વચ્ચે હાલમાં ગજગ્રાહ સર્જાયો છે.

દાહોદ જિલ્લાના 433 કર્મચારીઓ પોતાની માંગ ન સંતોષાતા તારીખ 12 મેથી હડતાળ પર હતા અને કાળી પટ્ટી ધારણ કરી વિરોધ સાથે ફરજ બજાવતા હતા.ત્યારે 15 મેના રોજ તેમણે આંદોલનના અંતિમ ચરણમાં આ તમામ કર્મચારીઓએ સામુહિક રાજીનામા ધરી દેતાં તે તમામના રાજીનામાનો સ્વીકાર કીર લીધા હોવાનુ આરોગ્ય વિભાગના અધિકારીઓનું કહેવુ છે ત્યારે હાલ ફરજ પર ન જઇ શકનારા કર્મચારીઓની દલીલ પ્રમાણે તેઓએ કોઇ રાજીનામાં આપ્યા જ નથી.તેમ છતાં તેમને રોજગારથી વંચિત રાખ્યા છે.

હવે આ ઘટનામાં કાયદાકીય દાવપેચ ખેલાઇ રહ્યા હોય તેમ લાગી રહ્યુ છે.કારણ કે આ કર્મચારીઓએ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને વકીલ મારફતે એક નોટીસ ફટકારી છે.તેમાં જણાવવામાં આવ્યુ છે કે આ કર્મચારીઓએ કોઇ રાજીનામાં આપ્યા નથી.તેમાં તેમની સહી પણ નથી .જેથી તેમને છુટા કરી શકાય નહી.તેમ જણાવી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને ચેતવણી આપવામાં આવી છે કે જો આ તમામ કર્મચારીઓને ફરજ પર હાજર કરવામાં નહી આવે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: