નવી તારીખ જાહેર ન કરાતાં રોષ: દાહોદના 1160 ખેડૂતો ટેકાના ભાવે ધાન વેચવાથી વંચિત, 2775 ખેડૂતોનું રજિસ્ટ્રેશન થયું હતું
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ4 કલાક પહેલા
- કૉપી લિંક
સરકાર દ્વારા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તેને ધ્યાને રાખીને દાહોદ જિલ્લામાં ટેકાના ભાવથી ખરીદી કેન્દ્રો શરૂ કરવામાં આવ્યાં હતાં.નોંધણી થયેલા ખેડૂતો ટેકાના ભાવ મેળવે તે પહેલા જ સરકાર દ્વારા નવી તારીખ જાહેર કર્યા વગર ખરીદી કેન્દ્રો બંધ કરી દેવાતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે.
સરકાર દ્વારા ખેડૂતોને પોતાના ખેત પેદાશોનો પોષણક્ષમ ભાવ મળી રહે તેને ધ્યાને રાખીને દાહોદ જીલ્લામાં ફતેપુરા, લીમખેડા, ઝાલોદ, બારિયા, ધાનપુર અને દાહોદ તાલુકામાં 1160 નવેમ્બરથી ડાંગર મકાઈ મગફળી સોયાબીન ટેકાના ભાવે ખરીદી માટે કેન્દ્રો શરૂ કર્યાં હતાં.જેમાં જિલ્લામાં કુલ 2775 ખેડુતોનું રજી. થયું હતું.31 ડિસેમ્બરે સરકાર દ્વારા ખરીદી કેન્દ્ર બંધ કરાતા અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 1615 જેટલા ખેડૂતોને લાભ મળ્યો હતો જ્યારે 1160 જેટલા ખેડુતો ને લાભથી વંચિત રહેવાનો વારો આવ્યો છે.
1160 નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી કેન્દ્રો શરૂ કરતાની સાથે જ ગોડાઉનો પર ખેડૂતોની લાંબી કતારો લાગી હતી. જેથી મોટાભાગના ખેડુતો લાઈન ઓછી થાય તેની રાહ જોઈ બેઠાં હતાં.ત્યારે સરકાર દ્વારા 31 ડિસેમ્બરના રોજ ખરીદી કેન્દ્ર બંધ કરાતા જીલ્લામાં રજિ.થયેલા 1160 જેટલા ખેડુતો ટેકાના ભાવથી વંચિત રહેવાનો વારો આવ્યો છે. 10 દિવસથી ગોડાઉનો પર બારદાન જેવી અન્ય સમસ્યાઓથી બે ત્રણ દિવસ સુધી ભૂખ્યા તરસ્યા ટેકાનો ભાવ મેળવવા ભાડાની ગાડીઓ લઈ પડી રહેવાનો વારો આવ્યો હતો.ગુરુવારે અચાનક ખરીદી કેન્દ્રો બંધ કરતાં ટેકાના ભાવ માટે વલખા મારવા પડે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.
768 ખેડૂતોને પેમેન્ટ ચૂકવાઇ ગયુ છે
દાહોદ જીલ્લામાં કુલ 1615 જેટલા ખેડૂતોએ ટેકાના ભાવે લાભ મેળવ્યો હતો જેમાંથી.768 જેટલા ખેડુતોના ખાતામાં પેમેન્ટ ચૂકવાઇ ગયું છે.બાકી રહેલા ખેડુતોને બેંક ખાતામાં ભુલ હોવાને કારણે ચૂકવણું કરવાનું બાકી છે.સંજેલી, ગરબાડા અને રંધીકપુર તાલુકાના નજીકના તાલુકામાં મર્જ કરી કેન્દ્ર શરૂ કર્યુંહતું.>જશવંતભાઇ પરમાર, નાયબ જીલ્લા ગોડાઉન મેનેજર
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed