નવા કલેક્ટર: દાહોદના 20માં કલેક્ટર તરીકે ડો. હર્ષિત ગોસાવીએ ચાર્જ સંભાળ્યો, નાગપુરમા MBBS થયા પછી IAS થયા

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • વિજય ખરાડી જિલ્લામા મહત્તમ સમય 3 વર્ષ અને 2 માસ કલેક્ટર રહેવાનો વિક્રમ સ્થાપી વિદાય થયા

દાહોદના 20માં કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ આજે પોતાનો ચાર્જ સંભાળી લીધો છે. બદલી પામનારા વિજય ખરાડીએ તેમને સૌજન્યતાપૂર્ણ રીતે કલેક્ટર કચેરીમાં આવકાર્યા હતા અને ચાર્જ સોંપ્યો હતો. બન્ને અધિકારીઓએ કલેક્ટર કચેરીમાં કાર્યરત મહેસુલી અધિકારીઓ સાથે પરિચય બેઠક પણ યોજી હતી. જેમાં અધિક કલેક્ટર મહેશ દવે સહિત નાયબ કલેક્ટરોએ તેમને આવકાર્યા હતા.

ડો. હર્ષિત ગોસાવી મૂળ મહારાષ્ટ્રના વતની છે અને તેમણે નાગપુર યુનિવર્સિટીમાંથી એમબીબીએસની પદવિ હાંસલ કરી છે. તે બાદ તેઓ ભારતીય સનદી સેવામાં જોડાયા છે. તેઓ મિતભાષી સ્વભાવ ધરાવે છે. દાહોદ કલેક્ટર પદે નિયુક્તિ પૂર્વે તેઓ પ્રાદેશિક નગરપાલિકા કમિશનર પદે કાર્યરત હતા. દાહોદ સ્માર્ટ સિટી કંપનીના મુખ્ય કારોબારી અધિકારી તરીકે પણ કામ કર્યું હોવાના નાતે તેઓ દાહોદથી પરિચિત છે. તેઓ દાહોદના 20માં કલેક્ટર છે.

દાહોદના 19માં કલેક્ટર તરીકે 9-4-2018ના રોજ ચાર્જ સંભાળનારા વિજય ખરાડીએ દાહોદમાં સૌથી વધુ સમયગાળો કલેક્ટર પદે ફરજ બજાવવાનો વિક્રમ બનાવ્યો છે. એ પૂર્વે દાહોદ જિલ્લાના બીજા કલેક્ટર ઇ. આઇ. કલસવાએ સૌથી વધુ સમય 8-6-98થી 27-2-2001 સુધી ફરજ બજાવી હતી.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: