નવાગામ ચાર રસ્તે બાઇક ઉપર દારૂ લાવતાં 2 ખેપિયા ઝડપાયા

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • 48 બોટલ દારૂ, 2 મોબાઇલ, બાઇક મળી રૂા.66,840નો મુદ્દામાલ જપ્ત
  • કંતાનના થેલામાં દારૂ ભરી બે ઇસમો આવવાની બાતમી મળી

દાહોદ તાલુકાના કતવારા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. જે.બી.ધનેશા તથા સ્ટાફના દિનેશભાઇ ટીટાભાઇ, વિનોદભાઇ પીસુભાઇ, અરવિંદભાઇ રસિકભાઇ ગતરોજ ટાંડા આઉટ પોસ્ટ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન રવાળી ખેડા તરફથી એક જીજે-20-એએન-3727 નંબરની બાઉક ઉપર કંતાનના થેલામાં દારૂ ભરી બે ઇસમો આવતા હોવાની બાતમી મળતા નવાગામ ચાર રસ્તા ઉપર વોચમાં હતા.

ત્યારે બાતમી વાળી મોટર સાયકલ ઉપર આવતા રળીયાતી અર્બન હોસ્પિટલ પાસે રહેતા સાગર નરેશ સાળુકે (સાંસી), રાબડાલ ચામુંડા માતાના મંદિર પાસે રહેતો પ્રેમ ઉર્ફે પીન્ટુ ગોવિંદ ભાભોરને ઉભા રાખી તેમની પાસેના કંતાનના થેલાની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂના બેગપાઇપર ડીલક્ષ વ્હિસ્કીની કાંચની 48 બોટલ જેની કિંમત 27,840નો પ્રોહી મુદ્દામાલ તથા 9000 કિંમતના બે મોબાઇલ અને 30,000ની કિંમતની એક બાઇક મળી કુલ 66,840 રૂપિયાના મુદ્દામાલ સાથે બન્ને ખેપિયાઓની કતવારા પોલીસે ધરપકડ તેમની સામે પ્રોહી એક્ટ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

0






Related News

Comments are Closed

%d bloggers like this: