નવાગામની શાળામાં સુવિધા છતાં બદનામ કરવા આવેદન

શૌચાલય-ભૌતિક સુવિધાનો અભાવ અંગત કારણોસર છાત્રો ઉશ્કેરાયાં-આચાર્ય

  • Dahod - નવાગામની શાળામાં સુવિધા છતાં બદનામ કરવા આવેદન

    દાહોદ તાલુકાના નવાગામ ગામમાં આદિવાસી સેકન્ડરી અને હાયર સેકન્ડરી શાળામાં શૌચાલયની સુવિધા જ હોવાનો આક્ષેપ કરીને કેટલાંક લોકો દ્વારા અધિક કલેક્ટર અને જિલ્લા શિક્ષણાધિકારીને આવેદન આપ્યા હતાં.

    આ સાથે તેમાં પાયાની સુવિધા ન હોવાનો પણ આક્ષેપ કરાયો હતો. આ મામલે શાળાના ઇન્ચાર્જ આચાર્ય મહેન્દ્રભાઇ શાહે જણાવ્યું હતું કે, શાળામાં ભૌતિક સુવિધા ઉપલબ્ધ હોવા છતાં તેમજ વર્ગોમાં લાઇટ-પંખા વિગેરેની સુવિધા હોવા છતાં કોઇ પણ અંગત કારણોસર ઉશ્કેરાઇને વિદ્યાર્થીઓએ ખોટી રીતે આવેદન આપ્યું છે. આ સાથે 7મી તારીખે મળેલી વાલી મંડળની મીટીંગમાં પણ તમામ સુવિધાઓ છતાં સંસ્થાને બદનામ કરવાનો પ્રયત્ન કરાયો હોવાનું ઠરાવી આ આવેદન આપ્યા અંગેનું ખંડન કરવામાં આવ્યું હતું.

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: