નવલી નોરતાના છેલ્લા દિવસે સમગ્ર દાહોદના લોકો મન મુકીને ગરબે ઘૂમ્યા

KEYUR PARMAR – દાહોદ
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ ખાતે નવલી નોરતાના છેલ્લા દિવસે સમગ્ર દાહોદના લોકો મન મુકીને ગરબે ઘૂમ્યા.
આદ્યશક્તિ માં અંબેના નવરાત્રીના નવમા દિવસે એટલે કે નવરાત્રીના છેલ્લા દિવસે દાહોદ શહેરના દૌલતગંજ બજાર, હનુમાન બજાર, હરિવાટિકા, શક્તિ નગર, વ્રજધામ સોસાયટી ગોકુલ સોસાયટી, દેસાઈવાડામાં સંસ્કાર કેન્દ્ર વગેરે અનેક જગ્યાએ નવલી નવરાત્રીમાં લોકો મન મુકીને ગરબે ઘૂમ્યા. દાહોદમાં અનેક જગ્યાએ શેરી ગરબાએ ધૂમ મચાવી જ્યારે બીજી બાજુ ડોક્ટર એશોષીએશનના દરેક ડોક્ટર તથા કેમિસ્ટ લોકો રાધે ગાર્ડન પાર્ટી પ્લોટમાં પણ ગરબે ઘૂમ્યા હતા.


Related News

Comments are Closed

%d bloggers like this: