નવરાત્રી અંતિમ ચરણોમાં : સર્વ સુખાયની ભાવના સાથે દાહોદમાં તબીબો માતાજીની ઉજવણીમાં રત

આયોજન

  • Dahod - નવરાત્રી અંતિમ ચરણોમાં : સર્વ સુખાયની ભાવના સાથે દાહોદમાં તબીબો માતાજીની ઉજવણીમાં રત

    દાહોદ ખાતે નવરાત્રિ તેના અંતિમ ચરણમાં ચરમસીમાએ પહોંચી છે ત્યારે દાહોદના તબીબો પણ આ ઉજવણીમાંથી બાકાત નથી રહ્યાં. દાહોદના રાધે પાર્ટી પ્લોટ ખાતે દાહોદના તબીબોનો નવરાત્રિ મહોત્સવ યોજાયો છે. જેમાં દાહોદ જિલ્લાના હોમિયોપેથિક, આયુર્વેદિક, જનરલ પ્રેક્ટિસશનરો તેમજ મેડિકલ સ્ટોરધારકો પણ ઉત્સાહભેર જોડાયા છે. દરરોજ રાતના અહીં ચા નાસ્તાની જ્યાફત સાથે ગરબા રેલાય છે.

    જેમાં તબીબી સેવાઓ સાથે સંકળાયેલા આશરે 500 જેટલા લોકો આ સમયે એકસાથે નાચતા હોય છે. તો સાથે અત્રે ચોતરફ સજાવટની સાથે સરકારના એન્ડ ટીબી, બેટી બચાવો, સ્વચ્છતા અભિયાન તથા દાહોદમાં આજકાલ જે વ્યાપક છે તેવા વિવિધ વાયરલ દર્દો સંદર્ભે જાગૃતિ આપતા લાગ્યા છે. આમ સતત પોતાના ક્ષેત્રમાં સતત રમમાણ રહી દર્દીઓની સેવા કરતા તબીબો પણ નવલી નવરાત્રિની ઉત્સાહભેર ઉજવણી કરી રહ્યાં છે.

    છેલ્લા પાંચ વર્ષથી યોજાતા તબીબ ગરબામાં આ વર્ષનું આયોજન ઉજવણીની સાથે જનજાગૃતિ ફેલાઈ રહી છે જે વિશેષ બાબત છે તેવું દાહોદ આઈ.એમ.એ. પ્રમુખ ડો કેતન પટેલે જણાવ્યું હતું.

    નવરાત્રિ તેના અંતિમ ચરણમાં ચરમસીમાએ પહોંચી છે ત્યારે ડોક્ટર્સ એસો. દ્વારા આયોજીત ગરબામાં દાહોદના તબીબો પણ ગરબે ઘુમ્યા હતા.

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: