નવરાત્રીના પવિત્ર ત્યૌહારમાં ગૌ રક્ષક દળની ટીમે ટાઉન પોલીસની મદદથી ૫ ગૌવંશ કતલ થતા બચાવી

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 

દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદમાં આજે તા.૨૯/૦૯/૨૦૧૯ ને રવિવારના રોજ ગૌરક્ષક દળને બાતમી મળેલ હતી કે દાહોદના ગરબાડા ચોકડી પાસેથી ગૌવંશ ચાલતા દાહોદ કસ્બામાં કતલ કરવા માટે લઇ જવામાં આવી રહ્યા છે. ત્યારે ગૌરક્ષકોએ દાહોદ ટાઉન પોલીસ અને સ્ટાફને સાથે રાખીને દાહોદના ગરબાડા ચોકડીથી ૫ ગૌવંશની ચાલતા કતલખાને લઈ જતા બચાવી હતી. અને આ બધા જ બચાવેલ ગૌવંશને દાહોદ અનાજ મહાજન ગૌશાળામાં સુરક્ષિત રીતે રાખવામાં આવી હતી. અને દાહોદ ટાઉન પોલીસ દ્વારા ઉત્તમ કામગીરી કરવામાં આવી હતી.


Related News

Comments are Closed

%d bloggers like this: