નવરાત્રિ મહોત્સવની પરવાનગી માટે દાહોદમાં કલાકારોની રજૂઆત

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • દાહોદના કલાકારો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર
  • નવરાત્રિ આધારિત કલાકારોને આજિવિકા મળે તે શુભાશય

દાહોદના કલાકારોએ આગામી નવરાત્રીના સમયે નવરાત્રી યોજવાની સરકાર દ્વારા પરવાનગી મળે તે માટે દાહોદ જિલ્લા કલેક્ટરને એક આવેદન આપી રજૂઆત કરી હતી. આ આવેદનમાં દર્શાવ્યા અનુસાર આપણી સંસ્કૃતિનું સુપેરે જતન કરી માત્ર કળા ઉપર નિર્ભર એવા તમામ કલાકારો છેલ્લા 6 માસથી આત્મનિર્ભર બનવા બદલે બેકાર બની રહ્યા છે. અને હવે જ્યારે કોરોનાનું પ્રમાણ મહદ્દ અંશે ઘટ્યું હોઈ મોટાભાગના વ્યવસાયો રાબેતા મુજબ ચાલુ થવા પામ્યા છે.

આગામી નવરાત્રી મહોત્સવ યોજવાની પરમિશન મળે તો દાહોદ શહેર સહિત જિલ્લામાં વિવિધ સ્થળોએ નવરાત્રીનું આયોજન શક્ય થતાં ગાયકો, સંગીતકારો, સાઉન્ડ સિસ્ટમવાળા, ડેકોરેશનવાળા, વિડીયોગ્રાફર્સ, ફોટોગ્રાફર્સ સહિત અનેક લોકોને આજીવિકા મળતી થાય તેમ છે તેવું દર્શાવી ગુજરાત કલાવૃંદના દાહોદ જિલ્લા કન્વીનર ડો. કપિલદેવ ત્રિવેદીની અધ્યક્ષતામાં પ્રતિનિધિમંડળે દાહોદ કલેક્ટર વિજય ખરાડીને આવેદન આપી આ દિશામાં ઘટતું કરવા વિનંતી કરી હતી.

0


Related News

Comments are Closed

%d bloggers like this: