નવજીવન: દાહોદમાં કોરોના સાથે જ જન્મેલા નવજાત શિશુએ 14 દિવસમાં આપી કોરોનાને માત
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ4 કલાક પહેલા
- કૉપી લિંક
બાળકની સારવાર કરનારો હોસ્પિટલનો કોરોના વોરિયર્ય સ્ટાફ
- DDOના પ્રયાસથી બાળકની બાલસખા યોજના અંતર્ગત સારવાર કરાઈ
- 14 દિવસની સારવાર બાદ બાળકને રજા આપવામા આવી
દાહોદમાં એક મેડિકલ મિરેકલ સર્જાયો છે. માત્ર 14 દિવસની આયુ ધરાવતા એક નવજાત શિશુએ કોરોના જેવા જીવલેણ રોગને માત આપી છે. જન્મતાની સાથે કોરોના પોઝેટિવ થયેલા આ બાળકની સ્થિતિની દાહોદના જિલ્લા વિકાસ અધિકારીના ધ્યાને આવતા તેમણે અહીંની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાવ્યું હતું. જ્યાં સઘન સારવાર મળતા આ બાળક કોરોનાથી મુક્ત થયું છે. વિશેષ વાત તો એ છે કે, 15 દિવસની સારવાર માટે બાલ સખા યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખર્ચ વહન કરવામાં આવ્યો છે.
કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા તબીબોની ચિંતા વધી
એક પખવાડિયા પૂર્વે ઝાયડ્સ ખાતે સારવાર લઇ રહેલા સુનિતાબેન મનોજભાઇ બારિયાને ગત તા. 21ના રોજ 3.7 કિલોનું વજન ધરાવતા તંદુરસ્ત બાળકનો જન્મ થયો. સુનિતાબેન પોતે કોરોના પોઝિટિવ હોવાના કારણે બાળકનો પણ ટેસ્ટ કરાવવામાં આવ્યો. પ્રથમ એન્ટિજન ટેસ્ટ બાદમાં આરટીપીસીઆર ટેસ્ટ પણ પોઝેટિવ આવતા ઝાયડ્સ ખાતેના તબીબો ચિંતામાં પડી ગયા હતા. બીજી તરફ, બાળકને જન્મ આપ્યા બાદ સુનિતાબેનની તબિયત પણ વધુ ખરાબ થતાં તેમને વધુ સારવાર માટે વડોદરા ખસેડવા પડ્યા હતા.
માતાની વડોદરામાં સારવાર, પુત્રની દાહોદમાં સારવાર
નવજાત બાળકને બાલસખા યોજના હેઠળ એન્ટાઇટલ થયેલા ખાનગી દવાખાને ખસેડ્યો હતો. એક તરફ વડોદરા ખાતે માતા વેન્ટિલેટર ઉપર અને અહીં દાહોદમાં પુત્રની સ્થિતિ પણ નાજુક. પણ કહેવત છે ને કે રામ રાખે એને કોણ ચાખે ? પછી જે બન્યું એ મેડિકલ મિરેકલથી પણ વિશેષ હતું.નવજાતને જ્યારે દાખલ કરવામાં આવ્યું ત્યારે ટેસ્ટ કરાવ્યા તો તેમાં ડી-ડાયમર 1210, સીઆરપી 78 ઓક્સિજન લેવલ 75 થી 80 જ હતું. આટલા નબળા રિપોર્ટ હોવા છતાં ડોકટર બાળકની સારવાર શરૂ કરી દીધી. તેમને જન્મના ત્રીજા દિવસથી એન્ટીબાયોટિક દવાની સાથે મ્હોંમાં નળી નાંખીને ફિડિંગ શરૂ કરી દેવામાં આવ્યું.ફિડિંગમાં માત્ર દૂધ જ આપવામાં આવ્યું.
બાળકની સાથે માતાની તબિયતમાં પણ સુધારો થયો
પાંચમા દિવસે થોડા રાહત ભર્યા સમાચાર આવ્યા કે બાળકની શ્વાસ લેવાની પ્રક્રીયામાં ધરખમ સુધારો થયો છે. બાળક સામાન્ય રીતે જ શ્વાસ લેતું થઇ ગયું. એથી તેમને છઠ્ઠા દિવસથી ચમચીથી ફિડિંગ શરૂ કરી દેવામાં આવ્યું. આમ ખોરાકની સાથે દવા તથા ડોક્ટરના સતત નિરીક્ષણને કારણે બાળકની સ્થિતિ સામાન્ય થઇ હતી. એ દરમિયાન, તેમના માતા સુનિતાબેનની પણ તબિયત સુધારા ઉપર આવવા લાગી. વેન્ટીલેટર ઉપરથી તેમને ઓક્સીજન ઉપર લેવામાં આવ્યા.
આમ, એક પખવાડિયાની ઘનિષ્ઠ સારવાર અને આરોગ્ય તંત્રની તત્કાલ કામગીરીના કારણે બાળક કોરોનાથી મુક્ત થયું. તેમને ડિસ્ચાર્જ કરતા પૂર્વે કરતા ટેસ્ટમાં ડી-ડાયમર 310 આરટીપીસીઆર નેગેટિવ આવ્યો. બાદમાં હોસ્પિટલના સ્ટાફે વ્હાલ સાથે બાળકને રજા આપી.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed