નવજીવન: દાહોદમાં સાથે જન્મેલા 4 ભાઈના બ્લડ ગ્રૂપ પણ સરખા
દાહોદ5 કલાક પહેલાલેખક: સચિન દેસાઈ
- કૉપી લિંક

દાહોદમાં સમાન બ્લડગ્રૂપ સાથે જન્મેલા ચારે છોકરાંઓ સ્વસ્થ છે.
- 1.5 કરોડ પ્રસૂતિએ એક અને વિશ્વમાં આવા કુલ 70 જેટલા જ 4 જોડિયા બાળકોના કેસ નોંધાયા છે
દાહોદ ખાતે બે માસ પૂર્વે અધૂરા માસે એકસાથે જન્મેલા ચાર બાળકોને ખાનગી હોસ્પિટલના તબીબની આકરી જહેમત અને માનવતાના અભિગમ થકી જીવનદાન પ્રાપ્ત થયું છે. બે માસ પૂર્વે તારીખ 9/9/2020ના રોજ ડૉ.રાહુલ પડવાલની હોસ્પિટલમાં બોરખેડા ગામની રેખાબેન સુભાષચંદ્ર પસાયા નામે મહિલાને એક સાથે ચાર બાળકો જન્મવાની તબીબી ભાષામાં ક્વોડ્રુપ્લેટ્સ તરીકે ઓળખાતી ઘટના બનેલી. અત્રે નોંધનીય છે કે એક સાથે ચાર બાળકો જન્મવાની ક્વોડ્રુપ્લેટ્સ ડિલીવરી પ્રતિ સાત લાખ ડિલિવરીએ એક જ થાય છે અને વિશ્વમાં અત્યાર સુધી આ પ્રકારની માત્ર 3500 જ પ્રસૂતિ થઈ છે.
એક સાથે ચાર બાળકો જન્મ્યા હોય તેવી ઘટના દાહોદ જિલ્લામાં પ્રથમ જ હતી. આ ક્વોડ્રુપ્લેટ્સમાં પણ વળી, સામાન્ય રીતે થતી 40 અઠવાડિયે થતી પ્રસૂતિ બદલે આ 28 અઠવાડિયે એટલે કે સાત મહિને થયેલી પ્રિમેચ્યોર ડિલિવરી હતી. આ પ્રસૂતિમાં જન્મેલા ચારેય બાળકો છોકરા(મેલ) છે. તો વળી ચારેય બાળકોનું બ્લડ ગ્રૂપ પણ એકસરખું જ છે.
આવી ઘટના તબીબી ભાષામાં આઈડેન્ટીકલ્સ અર્થાત્ મોનો ઝાયગોટીક ક્વોડ્રુપ્લેટ્સ તરીકે ગણાય છે. જે દરેક 1.5 કરોડ પ્રસૂતિએ એક જ થાય છે. અને અત્યાર સુધીમાં સમગ્ર વિશ્વમાં આ પ્રકારની ફક્ત 70 જ પ્રસૂતિ નોંધાઈ છે. જન્મ સમયે આ તમામ ચાર બાળકોના વજન 660થી 850 ગ્રામ સુધીના જ હતા. જે હવે બે માસના અંતે તબીબોની સઘન સારવાર બાદ લગભગ દોઢ કિલો થયા છે અને તમામ બાળકો હવે સ્વસ્થ છે. સરકાર તરફથી બાળ સખા-3 યોજના અંતર્ગત નવજાત શિશુઓની તમામ સારવાર સાત દિવસ સુધી તદ્દન વિનામૂલ્યે કરવા માટેનું પ્રાવધાન છે.
પરંતુ, અહીં તમામ ચારેય બાળકોની નાજૂક પરિસ્થિતિને લઈને સતત બે મહિના સુધી તેની સારવાર કરવી પડી હતી. બાળકોના માવતરની આર્થિક પરીસ્થિતિ સારી ન હોવાથી ગાંધી ચિલ્ડ્રન હોસ્પિટલના ડૉ.હાર્દિક ગાંધી તથા ડૉ.નીતિનભાઈ ગાંધી દ્વારા માનવતા દાખવી તદ્દન વિનામૂલ્યે કરવામાં આવી હતી.
પ્રિમેચ્યોર સંતાનોને નવજીવન મળ્યાનો આનંદ
અધૂરા માસે જન્મેલા બાળકોને ઓછા વજન સાથે શ્વાસની તકલીફ હતી તો ફેફસામાં ઇન્ફેક્શન હોઈ ફેફસા ફૂલાવવાના સર્ફેક્ટન્ટ તરીકે ઓળખાતા ઇન્જેક્શન આપવા સાથે ઘણીવાર રાત-મધરાતે પણ દોડવું પડ્યું. તો વળી પ્રસૂતા માતાને હિપેટાઇટિસ બી પોઝિટિવ હોઈ થોડું જોખમ વધારે હતું. પણ, બે મહિને અંત સુખદ હોવાનો આનંદ છે. >ડૉ. હાર્દિક ગાંધી, નિયોનેટોલોજિસ્ટ, ચાઈલ્ડ સ્પેશ્યાલિસ્ટ
Related News
સુરક્ષા વ્યવસ્થા: દાહોદ નગરપાલિકાની ચૂંટણીમાં 79માંથી 76 મતદાન મથક ગંભીર શ્રેણીમાં, માત્ર 3 મતદાન મથક જ સામાન્ય શ્રેણીમાં
Gujarati News Local Gujarat Dahod In Dahod Municipal Election, 76 Out Of 79 Polling StationsRead More
મોંઘી મુસાફરી મેમુની: કોરોના કાળમાં 11 માસથી બંધ પડેલી મધ્યમવર્ગની ‘લાઈફલાઈન’ગણાતી ‘મેમુ ટ્રેન’ આજથી પુનઃ શરૂ થઇ
Gujarati News Local Gujarat Dahod The “Memu Train”, Considered The “lifeline” Of The Middle Class,Read More
Comments are Closed