નલ સે જલ યોજના: સંજેલીના 4 ગામોના 1572 ઘરોમાં પીવાનું પાણી પહોંચશે, ધમેણા, ગરાડીયા, માંડલી અને ચમારીયા ગામ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar

પ્રતીકાત્મક તસ્વીર

  • 1.88 કરોડના ખર્ચે નલ સે જલ યોજનાનું આયોજન

સંજેલી તાલુકાના 4 ગામોના 1572 ઘરોને નલ સે જલ યોજના અંતર્ગત ઘર દીઠ ચોખ્ખું પાણી પહોંચાડવાની યોજનાને કલેક્ટર વિજય ખરાડી દ્વારા વહીવટી મંજૂરી આપવામાં આવી છે. આ 4 ગામોમાં ધમેણા, ગરાડીયા, માંડલી અને ચમારીયા ગામનો સમાવેશ થાય છે.

આ યોજના અંતર્ગત અંદાજે કુલ રૂ. 1.88 કરોડના ખર્ચે આ યોજના વાસ્મો દ્વારા સાકાર કરવામાં આવશે. ગત અઠવાડીયે કલેક્ટરની અધ્યક્ષતામાં યોજવામાં આવેલી જિલ્લા જળ અને જાહેર સ્વચ્છતા સમિતિની બેઠકમાં નલ સે યોજના હેઠળ વર્ષ 2020-21ના એકશનપ્લાન અંતર્ગત આ યોજના રજૂ કરવામાં આવી હતી. જેને સંજેલી તાલુકાના આ 4 ગામોની સુવિધા માટે કલેક્ટર દ્વારા વહીવટી મંજૂરી આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: