નરાધમો સામે કાર્યવાહી: દાહોદના ખજૂરીમાં પ્રેમી સાથે ભાગી ગયેલી પરિણીતાને નિર્વસ્ત્ર કરી અત્યાચાર ગુજારનારા 19 લોકોની ધરપકડ
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક
- પરિણીતાના ખભા પર પતિને બેસાડી ગામમાં વરઘોડો પણ કાઢ્યો હતો
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ખજુરી ગામે ગતરોજ ચકચારી બનાવ બન્યો હતો. જેમાં એક પરિણીતા પોતાના પ્રેમી સાથે ભાગી જતા તેને પતિ તથા સાસરિયાઓ તેમજ ગ્રામજનોના 20થી વધુ ટોળાએ નિવસ્ત્ર કરી તેના ખભા ઉપર પતિને બેસાડી ગામમાં ફેરવી હતી. આ ઘટનાનો સમગ્ર વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં પોલીસે આ મામલે 20થી વધુ વ્યક્તિઓના ટોળા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. આ સંદર્ભે એકશનમાં આવેલી પોલીસે 19 જેટલા લોકોની આજે ધરપકડ કરી જેલના સળીયા પાછળ ધકેલી દીધા છે.
દાહોદ જિલ્લા સહિત ગુજરાત રાજ્યમાં હચમચાવી દેનાર તેવી ઘટના દાહોદ જિલ્લા આદિવાસી બાહુલ્ય ધરાવતા ધાનપુર તાલુકાના ખજુરી ગામે બનવા પામી હતી. આ બનાવના ઉચ્ચસ્તરીય પડઘા પણ પડ્યા હતા અને આ ઘટનાને પગલે જિલ્લાવાસીઓમાં આક્રોશ પણ ફેલાવા પામ્યો છે. ઘટનાને પગલે સ્ત્રી સશક્તિકરણની મોટી મોટી થતી વાતોના છડેચોક ધજાગરા ઉડતા સવાલો ઉઠ્યા છે.
પરિણીતાના ખભા પર પતિને બેસાડી ગામમાં ફેરવી
ધાનપુર તાલુકામાં રહેતી એક પરિણીતા પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. જ્યારે તેના પતિએ અને સાસરિયાઓ તેમજ ગ્રામજનોએ પરિણીતા અને તેના પ્રેમીને પકડી લાવ્યા હતા. બાદમાં બંનેને ઢોર માર મારી પરિણીતાની ખેંચતાણ કઈ તેને પહેરી રાખેલ કપડા ફાડી નાખ્યા હતા અને તેને નિર્વસ્ત્ર કરી તેનો વીડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. આ ઉપરાંત પરણિતાના ખભા ઉપર તેના પતિને બેસાડી ગામમાં તેને ફેરવી હતી.
વીડિયો વાઈરલ થતા પોલીસે 19 લોકોની ધરપકડ કરી
આ સમગ્ર ઘટનાનો વીડિયો દાહોદ જિલ્લા સહિત ગુજરાત રાજ્યમાં વાયરલ થતા સૌ કોઇમાં આક્રોશ ફેલાઇ જવા પામ્યો હતો. ઘટના સંદર્ભે એક્શનમાં આવેલી પોલીસે તાત્કાલિક ધોરણે કાર્યવાહીના પગલાં લઇ પરિણીતાના પતિ સહિત 19 વ્યક્તિઓની ધરપકડ કરી છે. જેમાં દિનેશ કાનીયાભાઈ, પપ્પુ કાનીયાભાઈ, ભરત સાવલાભાઈ, રાકેશ સાવલાભાઈ, નવલસિંહ કસનાભાઇ, રમેશ, મેહુલ સબુરભાઇ, સબીયા દહરિયાભાઈ, સંજય દિયાયાભાઈ, દિતિય નાનાભાઈ, મડિયા દિતિયભાઇ, લક્ષ્મણ સબિયાભાઈ, રણજીત, સબૂર નાનાભાઈ, અખીલ મડિયાભાઈ, મનીષ સબિયાભાઈ, વિના બદિયાભાઈ અને પાંગલા બદિયાભાઇ તમામ જાતે મછાર નાઓને પોલીસે ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed