નગરાળા ગામે કોરોના સામે વ્યાપક જનજાગૃતિ ઝુંબેશ, ઉકાળા વિતરણ સહિતની કામગીરી

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક

નગરાળા ગામે કોરોના સામે વ્યાપક જનજાગૃતિ ઝુંબેશ. 

તાલુકાના નગરાળા ગામે ગત અઠવાડિયે કોરોના સંક્રમણના બે કેસ નોંધાતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વ્યાપક જનજાગૃતિ, સેનિટાઇઝેશન, માસ્ક વિતરણ, ઉકાળા વિતરણ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. હાલમાં આ ગામમાં કોરોનાના બે સક્રિય કેસ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, દાહોદના તાલુકા વિકાસ અધિકારી ભાવેશ વસાવાએ જણાવ્યું કે, નગરાળા ગામમાં ગત અઠવાડિયે બે કોરોનાના કેસ નોંધાયા છે. કોરોનાના નવા કેસ ન ઉમેરાય તે માટે ગામમાં લોકોને કોરોના બાબતે શું સાવચેતી રાખવી તેની માહિતી આપી રહી છે. આ માટે રીક્ષામાં માઇક દ્વારા શેરીએ શેરીએ કોરોનાની સાવચેતી અંગે પ્રચાર કરવામાં આવી રહ્યો છે. લોકોને કોઇ પણ પ્રકારના તાવ, ઉધરસ, શરદીના લક્ષણ જણાય તો સરકારી દવાખાનામાં કે ધન્વંતરિ આરોગ્ય રથ ખાતે તપાસ કરી લેવા જણાવવામાં આવી રહ્યું છે.

ગ્રામજનો સામે ચાલીને ટેસ્ટ કરાવે અને કોઇ પણ પ્રકારની અફવાથી દૂર રહે તે માટે વ્યાપક પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે.ઉપરાંત પંચાયતની બેઠકમાં પણ કોરોનાના કેસ વધે નહી એ માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ માટે સ્થાનિક આગેવાનોએ પણ કોરોના સંક્રમણ બાબતે લોકજાગૃતિના કામમાં જોડાવા જણાવવામાં આવ્યું હતું.

0






Related News

Comments are Closed

%d bloggers like this: