નકસલી પ્રવૃત્તિ: પંચમહાલના આદિવાસી વિસ્તારમાં ગુજરાત ATSનો તપાસનો દોર, નકસલી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી બિલોસા બબીતા કશ્યપની ધરપકડ બાદ સમગ્ર મામલો બહાર આવ્યો

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • The Entire Case Came Out After The Arrest Of Bilosa Babita Kashyap, Who Was Involved In Naxal Activities, Gujarat ATS Investigation In Panchmahal Area

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પંચમહાલ2 કલાક પહેલા

  • કૉપી લિંક

બબીતાની ઝારખંડથી ધરપકડ કરવામાં આવી હતી.

  • પંચમહાલના સંજેલી, ઝાલોદ, દાહોદ તથા મોરવાહડફમાં તપાસનો દોર શરૂ કરે તેવી શક્યતાઓ
  • 4 મહિના અગાઉ હિરેન પટેલની હત્યા બાદ તેમના પત્નીનું નિધન, ગૃહમંત્રીએ પરિવારને આશ્વાસન આપ્યું

પંચમહાલના આદિવાસી વિસ્તારમાં કેટલાક સ્થળે નકસલી પ્રવૃત્તિઓ ચાલતી હોવાની વિગતો ગુજરાત ATSને સાંપડી છે. જેને લઇને દાહોદ સહીત આસપાસના વિસ્તારોમાં તપાસનો દોર શરૂ કરાયો છે. નકસલી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી બિલોસા બબીતા કશ્યપની ધરપકડ બાદ આ સમગ્ર મામલો બહાર આવ્યો છે. જે બાબતની ગંભીરતા જોતા ગુજરાત ATS, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસનો દોર શરૂ કર્યો છે. રાજ્યમાં ચાલતી નકસલી પ્રવૃત્તિઓને ડામવા રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા તમામ એજન્સીઓ સાથે સંક્યુત બેઠક યોજી તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.

બબીતા કશ્યપ પંચમહાલ, મહિસાગર અને નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે સક્રિય હતી
બીલોસા બબીતા કશ્યપ નકસલી પ્રવૃત્તિ પથ્થલગડી આંદોલન સાથે સંકળાયેલી છે. બબીતા કશ્યપ ગુજરાતના તાપી જિલ્લાની હોવાનુ કહેવાય છે. બબીતા લાંબા સમયથી પંચમહાલ, મહિસાગર અને નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે સક્રિય હતી. દરમિયાન પથ્થલગડી સાથે સંકળાયેલી બબીતા ગુજરાતાના આદિવાસી વિસ્તારોમાં આંદોલન સંબંધિત પ્રવૃત્તિને વેગ આપતી હોવાની વિગતો પણ જાણવા મળી છે.

દાહોદ સહીત આસપાસના વિસ્તારોમાં તપાસનો દોર શરૂ કરાયો છે.

દાહોદ સહીત આસપાસના વિસ્તારોમાં તપાસનો દોર શરૂ કરાયો છે.

ત્રણ મહિના જેટલો સમય ઝાલોદમાં રોકાઇ ત્યારે કોના સંપર્કમાં આવી તેની તપાસ
બબીતા ત્રણ મહિના જેટલો સમય ઝાલોદ ખાતે રોકાઇ હતી અને ત્યારબાદ ઝારખંડથી તેની ધરપકડ કરવામાં આવી હતી. બબીતા સાથે તેના બે સાગરીતો સોમુ અને બીરસાને પણ ઝડપી લેવામાં આવ્યો હતો. જોકે બબીતા કશ્યપ ત્રણ મહિના જેટલો સમય ઝાલોદમાં રોકાઇ દરમિયાન તે કોના સંપર્કમાં હતી ? અન્ય કેટલાક લોકો તેની સાથે સંકળાયેલા છે ? તેવી તમામ બાબતોની જીણવટભરી તપાસ માટે ગુજરાત ATSની ટીમ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પંચમહાલના સંજેલી, ઝાલોદ, દાહોદ તથા મોરવાહડફમાં તપાસનો દોર શરૂ કરે તેવી પુરતી શક્યતાઓ સેવાઇ રહી છે.

ભાજપ કાઉન્સીલર હિરેન પટેલની હત્યા કરાઈ હતી
ઝાલોદ ભાજપના કાઉન્સીલરની હત્યા મામલે ગોધરા કાંડના ઇરફાન પાડા અને ઝાલોદના ઇમુની સંડોવાણી બહાર આવી હતી. ગત સપ્ટેમ્બર મહિનામાં ભાજપ કાઉન્સીલર હિરેન પટેલ મોર્નિંગ વોક માટે નિકળ્યા હતા. જ્યાં અજાણ્યા વાહનની ટક્કરે તેમનુ મોત નીપજ્યું હતું. જોકે આ સમગ્ર મામલો રોડ અકસ્માતમાં ખપાવી દેવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ પોલીસની તપાસમાં હિરેન પટેલની હત્યા થઇ હોવાની બહાર આવતા ગોધરા કાંડના આરોપી ઇરફાન પાડાએ સોપારી લીધી હોવાની વિગતો પણ બહાર આવી હતી. જેથી તેની ધરપકડ કરી પૂછપરછ કરતા ઝાલોદના રાજકારણી ઇરફાન ઉર્ફે ઇમુની સંડોવણી પોલીસ તપાસમાં જણાતા તે ફરાર થઇ ગયો હતો.

ભાજપ કાઉન્સીલર હિરેન પટેલના હત્યારાઓને ફાંસી મળે તેવી પુત્રએ ગૃહમંત્રી સમક્ષ માગ કરી.

ભાજપ કાઉન્સીલર હિરેન પટેલના હત્યારાઓને ફાંસી મળે તેવી પુત્રએ ગૃહમંત્રી સમક્ષ માગ કરી.

હિરેન પટેલની પત્નીનું અવસાન, પુત્રની હત્યારાઓને ફાંસીની સજાની માગ
4 મહિના અગાઉ હિરેન પટેલની હત્યા બાદ તેમના પત્ની બીનાબેનનુ બિમારીબાદ પાંચ દિવસ પહેલા અવસાન થયુ હતુ. ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા હિરેન પટેલના પરિવારને આશ્વાસન આપવા શનિવારે પહોંચ્યાં હતા. મૃતક હિરેન પટેલના હત્યારાઓ ને ફાંસી મળે તેવી પુત્રએ ગૃહમંત્રી સમક્ષ માગ કરી હતી. હિરેન પટેલના પરિવારને મળ્યા બાદ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાની મામલતદાર કચેરી ખાતે પોલીસ વડા સહીત સ્થાનિક ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક શરૂ કરી છે.






Related News

Comments are Closed

%d bloggers like this: