ધૂળેટી પર્વ: દાહોદમાં રંગોત્સવના આગલા દિવસે બજારમાં રોનક દેખાઇ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ3 કલાક પહેલા
- કૉપી લિંક
- હોળી ટાણે વતન આવવાની પરંપરાને નિભાવતા આદિવાસી
- બસ, જીપ સહિતના વાહનોમાં બેસવા પ્રજા માસ્ક વગર જોવા મળી
આદિજાતિ બાહુલ્ય ધરાવતા દાહોદ પંથકમાં હોળી ધૂળેટીના પર્વનું અનન્ય મહત્વ છે. ત્યારે આ વખતે હોળીના આગલા દિવસે ગુજરાતના વિવિધ પ્રાંતોમાં મજૂરી કામ કરતા આદિવાસીઓ ‘દિવાળી તો અઠેકઠે, પણ હોળી તો ઘરે જ’ ઉક્તિ અનુસાર દાહોદ પરત આવવાનો આરંભ થતા બજારોમાં ક્ષણિક રોનક દેખાઇ હતી.
દાહોદ તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ પોતાના ઘરે જવા માટે બસ, જીપ સહિતના વાહનો દ્વારા દાહોદ સુધી પહોંચતા થયેલા ટોળાબંધ ગ્રામજનો પૈકી અમુક જ લોકો કોરોનાકાળમાં કેળવવા પાત્ર સોશિયલ ડિસ્ટન્સ કે માસ્કના નિયમોને અનુસરતા નજરે ચડ્યા હતા. ગત વર્ષે હોળીનું પર્વ સમાપ્ત થયા બાદ કોરોનાનો ફેલાવો વધતા લોકડાઉન અમલી બનેલ એટલે ગયા વર્ષે તો રંગોત્સવ પરંપરાગત ઢબે ઉત્સાહભેર ઉજવાયો હતો. તેની સામે આ વખતે ઉજવણી ફિક્કી રહેશે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed