ધૂળનું સામ્રાજ્ય: પાઈપલાઈનના કામમાં ઢીલાશ રખાતાં ગોદીરોડના રહીશો ત્રસ્ત
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ5 કલાક પહેલા
- કૉપી લિંક
દાહોદમાં રસ્તા વચ્ચે જ પાઈપોને ધૂળ ખાતી છોડી દેવાઈ છે.
- એક માસથી રસ્તા વચ્ચે પાઈપોનો જથ્થો છોડી દેવાયો છે
- આવાગમનમાં પારાવાર તકલીફ, વિસ્તારમાં ધૂળનું સામ્રાજ્ય
દાહોદમાં સ્માર્ટ સીટીની કાર્યવાહી અંતર્ગત ગોદીરોડ વિસ્તારમાં પાણીના નિકાલ માટેની પાઈપો લાંબા સમયથી રસ્તા વચ્ચે નડતરરૂપ બની છે.
શહેરના ગોદીરોડ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલની પાઈપલાઈન નાખવા માટેની કાર્યવાહી માટે એકતરફ ઠેરઠેર રસ્તા ખોદેલા છે. જેને લઈને આ વિસ્તારમાં લાંબા સમયથી ધૂળનું સામ્રાજ્ય ફેલાયું છે. તો તે માટેની તોતિંગ પાઈપોનો જથ્થો રસ્તા વચ્ચે જ લાંબા સમયથી મુકી રખાતાં સ્થાનિકોને આવાગમનમાં પારાવાર તકલીફ ઉભી થવા પામી છે. રસ્તા ખોદ્યા બાદ ઉપર માટી નાંખી દેવાતા સમગ્ર વિસ્તારમાં ધૂળનું સામ્રાજ્ય સર્જાયું છે. સાથે લાંબા સમયથી પડેલી પાઈપોના લીધે લોકોને આવાગમનમાં પણ સમસ્યા ઉભી થતાં દરરોજ ઉલ્ટાના નાનામોટા અકસ્માતો થાય છે. ઉલ્લેખનીય છે કે શહેરના ગોદીરોડ ઉપર લાંબા સમયથી જે તે કારણોસર બહુધા વિસ્તારો ખોદી દેવાયા હતા. ત્યારે આ વિસ્તારના લોકો લાંબા સમયથી ઉબડખાબડ રસ્તાથી ભારે તકલીફ વેઠી રહ્યાં છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed