ધિંગાણુ: ઝાલોદ તાલુકાના જાફરપુરામાં છોકરી ભગાડી ગયાની અદાવતે ચાર ઘરોમાં ઘૂસી ટોળાએ તોડ ફોડ કરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ39 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • જતા જતા બહાર પાર્ક કરેલા વાહનોના કાચ પણ ફોડયા
  • ટોળાએ છોકરી પરત મેળવવા ધિગાણુ મચાવતા ફરિયાદ નોંધાઇ

ઝાલોદ તાલુકાના જાફરપુરા ગામે એક યુવક છોકરી ભગાડી ગયાના મુદ્દે છોકરી પક્ષના 9 જેટલા ઈસમો એકસંપ થઈ મારક હથિયારો સાથ લઇ યુવકના પરિવારજનોના ઘરે જઈ ભારે ધિંગાણું મચાવ્યું હતું. છોકરી પરત સોંપી દેવાની માંગણી સાથે ચાર જેટલા વ્યક્તિઓના ઘરમાં ટોળુ ઘૂસી જઈ ઘરમાં તોડફોડ સહિત વાહનોની પણ તોડફોડ કરી ભારે નુકસાન પહોંચાડી ધિંગાણું મચાવતાં વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. જે અંગે આજે ફરિયાદ નોંધાઇ છે.

જાફરપુરા ગામે હોળી ફળિયામાં રહેતા વનરાજ રવિન્દ્રભાઈ ડામોર, કડકીયા ધનજીભાઈ ડામોર, પુંજા ધનજીભાઈ ડામોર, રાજુ નાથુ ડામોર, કલ્પેશ રસુ ડામોર, બાબુ ખાતુ ડામોર, ભરત ખાતુભાઈ ડામોર, બસા રમેશભાઈ ડામોર, રમેશ પીથાભાઈ ડામોરે તા.24મી માર્ચના રોજ એકસંપ થઈ લાકડીઓ, તલવાર, ધારીયા જેવા મારક હથિયારો સાથે પોતાના જ ફળિયામાં રહેતા રાજેશ રામાભાઈ ભેદીને ત્યાં ધસી આવ્યાં હતાં.

બેફામ ગાળો બોલી કહેવા કહેલું કે, તમારો છોકરો અમારી છોકરીને લઈ ગયે છે, તે કેમ પાછી સોંપતાં નથી, તેમ કહી એકદમ ઉશ્કેરાઈ અને રાજેશ, નરેશભાઈ, રેમન તથા છગનના ઘરના નળીયા, સિમેન્ટના પતરાની તોડફોડ કરી તેમજ જી.ઈ.બી.ના મીટરેની પણ તોડફોડ કરી ભારે નુકસાન પહોંચાડ્યું હતું. આ ટોળુ જતાં જતાં ઘરના આંગણમાં મુકી રાખેલા બે રેકડા અને ટાટા ગાડીઓના કાચની પણ તોડફોડ કરી ભારે ધિંગાણું મચાવ્યું હતું. આ અંગે રાજેશ રામાભાઈ ભેદીએ ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: