ધિંગાણું: ​​​​​​​સીંગવડના પાતા ગામમાં જમીનમા ખેતી કરવા મામલે હથિયાર ઉછળતા ચારને ઈજા

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • બંન્ને પક્ષોએ સામ સામે ફરિયાદો નોંધાવી

દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના પાતાં ગામે ખેતરમાં ખેતીકામ કરવા આવવા મામલે ગામમાંજ રહેતાં બે પરિવારો વચ્ચે ઝઘડો તકરાર થયી હતો. બંન્ને પક્ષો વચ્ચે મારક હથિયારો ઉછળતાં બંન્ને પક્ષોના મળી કુલ મહિલા સહિત ચાર જણાને શરીરે, હાથે પગે અને માથાના ભાગે ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે જ્યારે આ સંબંધે બંન્ને પક્ષો દ્વારા સામસામે પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પાતાં ગામે તળાવ ફળિયામાં રહેતાં મહેશભાઈ વરસીંગભાઈ સંગાડા દ્વારા નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યાં અનુસાર રોજ મહેશભાઈ પોતાના ઘરના આંગણમાં ઉભા હતાં. આ દરમ્યાન સીંગવડ તાલુકાના ભુતખેડી ગામે રહેતાં કાળુભાઈ સડીયાભાઈ ચરપોટ અને સુભાષભાઈ કાળુભાઈ ચરપોટ એમ બંન્ને પિતા – પુત્ર મહેશભાઈની પાસે આવ્યાં હતાં અને ગાળો બોલી પિતા – પુત્ર એકદમ ઉશ્કેરાયાં હતાં .પોતાની સાથે લાવેલ ધારીયું અને લોખંડના સળીયા વડે મહેશભાઈને હાથે, પગે અને માથાના ભાગે માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડ્યાં હતાં.

ગુરબનભાઈ કાળુભાઈ, મહેન્દ્રભાઈ કાળુભાઈ, રામસીંગભાઈ મનાભાઈ, કપીલાબેન રામસીંગભાઈ, સવલીબેન કાળુભાઈ, નારસીંગભાઈ મનાભાઈ. રાવસીંગભાઈ મનાભાઈ, ભુરસીંગભાઈ મનાભાઈ અને લતાબેન રમેશભાઈ તમામ જાતે ચરપોટનાઓએ મહેશભાઈ વરસીંગભાઈ સંગાડાને મારી નાંખવાની ધમકી આપી ભારે ધિંગાણું મચાવતાં આ સંબંધે ઈજાગ્રસ્ત મહેશભાઈ વરસીંગભાઈ સંગાડાએ રણધીકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કારયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે સામાપક્ષેથી સીંગવડ તાલુકાના ભુતખેડી ગામે ડોલી ફળિયામાં રહેતાં સુભાષભાઈ કાળુભાઈ ચરપોટે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યાં અનુસાર સુભાષભાઈ તથા તેમના પરિવારજનો પોતાના પાતાં ગામે આવેલ ટાંતાળા ખેતરમાં ખેતીકામ કરવા ગયાં હતાં. આ દરમ્યાન સીંગવડ તાલુકાના પાતાં ગામે તળાવ ફળિયામાં અને પરમારના ડુંગરપુર ગામે રહેતાં મહેશભાઈ વરસીંગભાઈ સંગાડા, સુરેશભાઈ મુરસીંગભાઈ સંગાડા, રમેશભાઈ મુરસીંગભાઈ, રાજેશભાઈ વરસીંગભાઈ, મલીબેન વરસીંગભાઈ, કૈલાશબેન મહેશભાઈ, રાધાબેન સુરેશભાઈ, કાસમબેન રમેશભાઈ, રાકેશભાઈ દિપસીંગભાઈ પરમાર, મુકેશબાઈ દિપસીંગભાઈ પરમાર વિગેરેનાઓ ત્યાં આવી બેફામ ગાળો બોલવા લાગ્યાં હતાં અને કહેવા લાગેલ કે, તમે અહીંયા કેમ આવ્યાં છો? તેમ કહી એકદમ ઉશ્કેરાયાં હતાં.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: