ધાનપુરમાં નારી ગૌરવ હનન કેસ: પરિણીતાના સાસરિયાએ પ્રેમી પાસે પતાવટના રૂ.1.10 લાખ માગ્યા હતા
ધાનપુર2 કલાક પહેલા
- કૉપી લિંક
- પોલીસે પરિણીતાના પ્રેમીને બોલાવી તેનું નિવેદન લીધું
- પાંચ આરોપી પૈકીનો એક સુરત ભાગી ગયો, લૂંટનો ગુનો બની શકે
ધાનપુર તાલુકાના ખજુરી ગામની યુવતી પ્રેમી પાસે જતી રહ્યા બાદ નારી ગૌરવ હનનની ઘટનામાં 19 લોકો સામે ગુનો દાખલ કર્યા બાદ તેમને પકડવા માટે પોલીસ દ્વારા પાચ ટૂકડીની રચના કરવામાં આવી હતી. ખજુરી ગામના આસપાસના જંગલ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં સંડોવાયેલા કાયદાના સંઘર્ષમાં આવેલા ત્રણ સહિત કુલ 14ની ધરપકડ કરવામાં આવી હતી. બાકી રહેલા પાંચ આરોપીઓની પોલીસ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે. જે પૈકીનો એક સુરત ભાગી ગયો હોવાની જાણકારી મળી છે.
બીજી તરફ ગુરુવારે યુવતિના વાંકોટા ગામના પ્રેમીને પોલીસ મથકે લાવીને તેનો જવાબ લેવામાં આવ્યો હતો. ટોળા દ્વારા તેની પાસેથી બે હજાર રૂપિયા ભરેલું પાકીટ અને મોબાઇલ ઝુંટવી લેવામાં આવ્યો હોવા સહિતની કેફિયત પ્રેમીએ પોલીસ સમક્ષ વર્ણવી હતી. 6 જુલાઇના રોજ ઘટના બન્યા બાદ 8મી તારીખે બંને ગામના લોકો ભેગા થયા હતાં. તેમાં સમાજરાહે નીકાલ લાવવામાં આવ્યો હતો. આ નીકાલ પેટે પ્રેમી પાસેથી 1.10 લાખ રૂપિયા લેવાનું નક્કી કરવામાં આવ્યુ હતું.
રૂપિયા માટે પ્રેમી પક્ષે મુદ્દત માગી હતી અને તે મંજુર કરાઇ હતી. આ સાથે ખજુરી ગામમાં પ્રવેશબંધી ફરમાવવામાં આવી હતી અને ખજુરીમાં પ્રવેશ કરશે તો વધુ દંડ લેવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યુ હતું. જોકે, રૂપિયા મેળવે તે પહેલાં વિડિયો વાયરલ થયો હતો.
તપાસ માટે કોંગ્રેસનું એસ.પી.ને આવેદન
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ખજુરી ગામે પરિણીત મહિલા ઉપર થયેલ અત્યાચારના બનાવ સંદર્ભે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપી મહિલાઓ ઉપર થતાં અત્યાચારના બનાવો અટકાવવાની અરજ સાથે ઘટનાને શબ્દોમાં વખોડી કાઢી હતી. આ મામલે ન્યાયિક તપાસ કરવાની પણ રજૂઆત કરી હતી.
દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યુ હતું કે, ગુજરાત રાજ્યમાં અવારનવાર મહિલાઓ ઉપર ખૂબ જ અત્યાચાર ગુજારવામાં આવી રહ્યા છે ત્યારે દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ખજુરી ગામની શ્રમિક વર્ગની પરિણીતાને અન્ય પુરુષ સાથે પ્રેમ સંબંધ બંધાતા આ અંગેની જાણ તેના પતિ તેમજ સાસરીયાઓના તેમજ ગ્રામજનોને થતા તેઓ દ્વારા પરિણીતાને માર મારી કપડાં, ફાડી નાખી નિર્વસ્ત્ર કરી તેની ઉપર પુરુષને બેસાડી ગામમાં ફેરવી હતી.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed