ધાનપુરનો અદલવાડા ડેમ ઓવરફ્લો, નીચાણવાળા ગામો સાવચેત કરાયા

ધાનપુર3 કલાક પહેલા

  • કૉપી લિંક

તાલુકાનો અદલવાડા ડેમ તેની પૂર્ણ સપાટીએ ભરાઇ જતા અને હજુ પણ આ યોજનાના સ્રાવ ક્ષેત્રમાં વરસાદની શક્યતા હોય આસપાસના ગામોને સાવચેત રહેવા સૂચના અપાઇ છે. દાહોદ સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેરના જણાવ્યા મુજબ મુજબ ધાનપુરમાં આવેલી અદલવાડા જળાશય યોજનામાં સોમવારે સવારના 10 કલાકે 114 ક્યુસેક પાણીની નવી આવક થતા પાણીની સપાટી 397.30 મીટરે પહોંચી હતી. જે પૂર્ણ જળસપાટી હોય આસપાસના ગામોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. જેમાં લીમખેડા તાલુકાના બોગાડવા, અદલવાડા, ખોખબેડ, મોઢવા, રામપુર, વેડ ગામોને સાવચેત રહેવા જણાવવામાં આવ્યું છે. આ અંગે તંત્રની સંલગ્ન કચેરીઓને પણ એલર્ટ રહેવા સૂચના અપાઇ છે.

0






Related News

Comments are Closed

%d bloggers like this: