ધરપકડ: લૂંટ, ધાડમાં ખજુરીયા ગેંગના 2 ખૂંખાર આરોપીઓ ઝડપાયા

દાહોદ4 કલાક પહેલા

  • કૉપી લિંક
લૂંટ, ધાડ, ઘરફોડ ચોરીમાં ત્રણ વર્ષથી નાસતો ફરતો ઝડપાયેલો આરોપી કૈલાશ ગલાલ પલાસ અને પંકજ ઉર્ફે પંકેજ ઉર્ફે કાણીયો મથુર પલાસ. - Divya Bhaskar

લૂંટ, ધાડ, ઘરફોડ ચોરીમાં ત્રણ વર્ષથી નાસતો ફરતો ઝડપાયેલો આરોપી કૈલાશ ગલાલ પલાસ અને પંકજ ઉર્ફે પંકેજ ઉર્ફે કાણીયો મથુર પલાસ.

  • જેસાવાડા આશ્રમ રોડ ઉપર LCBએ બાતમીથી ઝડપ્યાં
  • જેસાવાડા, લીમખેડા, ગરબાડાના 9 ગુનાનો ભેદ ઉકેલાયો

દાહોદ એસ.પી. હિતેશ જોયસરે જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓ ઝડપી પાડવા સારુ ડ્રાઇવનું આયોજન કર્યુ હતું. આ ડ્રાઇવ દરમિયાન જિલ્લામાં મિલ્કત સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા સારુ અને લૂંટ, ધાડ તેમજ ઘરફોડ ચોરીની ગેંગોના નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે LCB પીઆઇ બી.ડી.શાહે જરૂરી સૂચના અને માર્ગદર્શન કર્યુ હતું. જે અનુસંધાને LCB પીઆઇ તથા LCB પીએસઆઇ પી.એમ.મકવાણા તથા સ્ટાફની ટીમ સાથે મિલ્કત સબંધી ગુનાઓમાં સંડોવાયેલ ગેંગોના નાસતા ફરતા આરોપીઓની માહિતી એકત્રિત કરવા માટે વર્કઆઉટની કામગીરીમાં કાર્યરત હતા.

દરમિયાન પીઆઇ બી.ડી.શાહની સૂચના મુજબ પીએસઆઇ પી.એમ.મકવાણા તથા સ્ટાફ જેસાવાડા વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓ ઝડપી પાડવા માટે ડ્રાઇવમાં હતા. તે દરમિયાન લીમખેડા પોલીસ મથકે નોંધાયેલા લૂંટ, ઘાડ તેમજ ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા ખજુરીયા ગેંગના ખુંખાર આરોપીઓ આમલી ગામનો પંકજ ઉર્ફે પંકજ ઉર્ફે કાણીયો મઝુર પલાસ અને ખજુરીયાનો કૈલાશ ગલાલ પલાસ જેસાવાડા આશ્રમ પાસે આવવાનો હોવાની બાતમી મળી હતી. જેના આધારે ટીમે વ્યુહાત્મક રીતે આયોજનબદ્ધ વોચ ગોઠવીને બન્ને આરોપીઓ જેસાવાડા આશ્રમ રોડ ઉપર આવતાં તેઓને ઝડપી પાડ્યા હતા. આ બંનેએ ભેગા મળીને ગરબાડા,જેસાવાડા, લીમખેડા વિસ્તારમાં ચોરી લુંટ અને ધાડના નવ ગુના આચર્યા હોવાથી તેમાં વોન્ટેડ હતાં.

પકડાયેલ આરોપીઓનો પૂર્વ ઇતિહાસ
ગેંગમાં કુલ 7 સાગરીતો જેઓ ભુતકાળમાં લૂંટ, ધાડ તેમજ ઘરફોડ ચોરી તેમજ મર્ડર જેવા ગંભીર પ્રકારના ગુનાઓમાં જિલ્લામાં તેમજ આંતર જિલ્લાના ગુનાઓમાં પકડાઇ ચૂક્યા છે. જેઓ જામીન ઉપર મુક્ત થયા બાદ ફરીથી લૂંટ, ધાડ તેમજ ઘરફોડ ચોરી જેવા ગુનાઓને અંજામ આપે છે.

આરોપીઓ તેમજ તેના સાગરીતોની એમઓ
આરોપીઓ તેમના સાગરીતો સાથે દિવસ દરમિયાન મજૂરી કામના બહાને સ્થળ જગ્યાથી રેકી કરી રાત્રીના સમયે ચોક્કસ જગ્યાએ ભેગા મળી મારક હથિયારોથી સજ્જ થઇ રેકી કરેલ જગ્યા ચોરી, લૂંટના ગુનાને અંજામ આપવાની એમ.ઓ. ધરાવે છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: