ધરપકડ: લીમડીની લૂંટની ઘટનાના 2 આરોપી પકડાયા

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar

પ્રતીકાત્મક તસ્વીર

પંચમહાલ ગોધરા રેન્જ આઇ.જી. એમ.એસ.ભરાડાએ આપેલ આદેશ મુજબ દાહોદ એસ.પી. હિતેશ જોયસરે લુંટના ગુન્હામાં આરોપીઓને તાત્કાલીક પકડવા સૂચના આપી હતી. જે આધારે નાયબ પોલીસ અધિક્ષક બી.વી. જાધવ તથા સી.પી.આઈ. બી.આર.સંગાડાના માર્ગદર્શન હેઠળ લીમડી પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. એમ.એલ.ડામોરે લીમડી પોલીસ મથકમાં નોંધાયેલ એ-પાર્ટના ગુના ગંભીરતા ધ્યાને લઈ તાત્કાલિક ગુન્હો ડીટેક્ટ કરવા સૂચના કરી હતી.

જે આધારે પોલીસ સ્ટાફે ગુનાની જગ્યાની વીઝીટ કરવા સમજ કરેલ અને સુભાષ સર્કલ તથા ચાલીયા સર્કલ ફુટેજ ચેક કરતા ફરીયાદીએ આ ગુન્હાના શંકાસ્પદ આરોપીઓને તથા આરોપીઓએ ગુનો આચરવામાં ઉપયોગમાં લીધેલી ઈકો ગાડીને ઓળખી બતાવેલ જે ગાડી નંબરને ગુજરાત પોલીસના ઈ ગુજકોટ, પ્રોજેક્ટના ફાળવેલ મોબાઈલ પોક્ટ કોપમાં સર્ચ કરતાં વાહન મોઢસાનું હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે તાત્કાલિક તે દિશામાં તપાસ અર્થે ટીમ બનાવી મોડાસા ખાતે મોક્લી આપી હતી.

ત્યાં વિડીયોમાં જણાઈ આવેલ ગાડી તથા બે વ્યક્તિઓને ઝડપી તેમની સાથેના બીજા ત્રણ આરોપીઓ ન મળતા તેમની શોધખોળ ચાલુ છે. ઝડપાયેલા બે આરોપીઓ પાસેથી બળજબરી પૂર્વક ઉતારી લીધેલા ચાંદીના ભોરીયા રોકડ રૂા. 25000 તથા મોબાઈલ ફોન મળી કુલ રૂા. 45000 મુદ્દામાલ તેમજ 4,00,000રૂ.ની ઈકો ગાડી મળી કુલ રૂા. 4,45,000નો મુદ્દમાલ રિકવર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: