ધરપકડ: લીંબડીની ચોરીના 2 વોન્ટેડને ધાનપુર પોલીસે આંબાકાચથી ઝડપી પાડ્યા

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • નવાનગરના 2 શખ્સોએ વર્ષ પૂર્વે 17.50 લાખની ઘરફોડ ચોરી કરી હતી
  • ઝડપાયેલા બંનેને લીંબડી પોલીસને સોંપવાની કાર્યવાહી કરી

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી પોલીસ સ્ટેશનના 17.50 લાખની ચોરીમાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા બે ઘરફોડીયાઓને ધાનપુર પોલીસે આંબા કાચ ગામેથી ઝડપી પાડયા હતા. ઝડપાયેલા બન્ને આરોપીઓને સુરેન્દ્રગરના લીંબડી પોલીસને સોંપવામાની કાર્યવાહી હાથ ધરી હતી.

સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, દેવગઢ બારીયા સીપીઆઇ બી.બી.બેગડીયાએ આપેલી સુચના આધારે ધાનપુર પી.એસ.આઇ. બી.એન.પટેલે નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે ટીમો બનાવી હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે ધાનપુર પોલીસ સ્ટાફના પેટ્રોલીંગમાં હતા.

તે દરમિયાન મળેલી બાતમીના આધારે સુરેન્દ્ર જિલ્લાના લીંમડી પોલીસ સ્ટેશનમાં વર્ષ 2020માં રૂપિયા 17.50 લાખની મત્તાની ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા ધાનપુર તાલુકાના નવાનગરના પાણીવડીયા ફળીયાનો ચંદુ રાળુ ભુરીયા તથા ભણુ મનુ ભુરીયાને આંબાકાચ ગામેથી ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા બન્ને આરોપીઓને સુરેન્દ્રગરના લીંબડી પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: