ધરપકડ: મ.પ્ર.- ગુજરાતથી રેસીંગ બાઇક ચોરી કરતી ગેંગના કિશોર સહિત 3 ઝડપાયા
દાહોદએક કલાક પહેલા
- કૉપી લિંક

ગરબાડાથી આંતરરાજ્ય બાઇક ચોરી કરતી ટોળકી ઝડપાઇ હતી.
- પાટિયાઝોલના જંગલમાં 6 બાઇક સંતાડી હતી
દાહોદ જિલ્લામાંથી બાઇક ચોરીની ઘટનાઓ વધતા મેદાને પડેલી એલસીબીના હાથે રેસર્સ બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ટોળકીનો પર્દાફાશ થયો છે. ટોળકીના ત્રણ સભ્યોની ધરપકડ સાથે પાટિયાઝોલના જંગલમાં સંતાડેલી આઠ બાઇક પણ કબજે લેવામાં આવી છે.
પંચમહાલના રેન્જ ડીઆઇજી એમ.એસ ભરાડાની સુચનાથી એસ.પી હિતેશ જોયસરે વાહન ચોરીના બનાવો અટકાવવા માટે મધ્ય પ્રદેશથી પ્રવેશતા માર્ગો ઉપર કડક ચેકિંગના આદેશ કર્યા હતાં. દાહોદ એલસીબી પીઆઇ બી.ડી શાહની સુચનાથી એલસીબી પીએસઆઇ પી.એમ મકવાણા, ગરબાડા પીએસઆઇ એમ.એમ માળી સહિતના સ્ટાફે ગરબાડા ચોકડી ઉપર નાકાબંધી કરી હતી. મીનાક્યાર તરફથી આવતાં વાહનોના ચેકિંગ દરમિયાન બાઇક સવાર ઝાલોદ તાલુકાના ડુંગર ફળિયાના 22 વર્ષિય સાગર મીઠા ભાભોર, મધ્ય પ્રદેશના અલીરાજપુર જિલ્લાના નહારપુરા ગામના તડવી ફળિયાના મુકેશ મલસિંગ ભાભોર અને એક સગીરને રોકીને પુછપરછ કરાતાં રેસર્સ બાઇકની ચોરીનો પર્દાફાશ થયો હતો.
ટોળકીએ ગરબાડા તાલુકાના પાટિયાઝોલ ગામના જંગલમાં સંતાડી રાખેલી ત્રણ બજાજ પલ્સર, એક કેટીએમ, એક બુલેટ, એક R1-5, એક અપાચે, બે એચ.એફ ડીલક્ષ, એક સ્પલેન્ડર અને ત્રણ મોબાઇલ મળીને કુલ 4,65,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. એલસીબીએ આ ત્રણેને પંચમહાલ પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે.
કયા શહેરમાંથી બાઇક ચોરી હતી
આંતરરાજ્ય બાઇક ચોરી ટોળકીએ ગોધરાથી બજાજ પલ્સર, સુરેન્દ્ર નગરના વઢવાણથી સ્પલેન્ડર, ઇન્દૌરથી એચ.એફ ડીલક્ષ, કેટીએમ, રોયલ ઇન્ફીલ્ડ બુલેટ, R1-5, બજાજ પલ્સર, ટીવીએસ અપાચે,પલ્સર બાઇકની ચોરી કરી હતી. ધારથી એચ.એફ ડીલક્સ બાઇકની ચોરી કરી હતી.
ટોળકીમાં આઠ સભ્યોનો સમાવેશ
શહેરોમાંથી બાઇક ચોરી કરતી ટોળકીમાં આઠ સભ્યો છે. તેઓ જુદા-જુદા શહેરોમાં જઇને રાત્રી દરમિયાન પાર્ક કરેલી જગ્યાએ રેકી કરીને લોક તોડી, બનાવટી ચાવીથી લોક ખોલી ચોરી કરતાં હતાં. નક્કી કરેલી જગ્યાએ મોટર સાઇકલ સંતાડીને ગ્રાહકો શોધીને રેસીંગ બાઇક વેચી દેતા હતાં.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed