ધરપકડ: ભાવપુરા ગામમાં જુગાર રમતા 6 ઝડપાયા : 7 સામે LCBની ફરિયાદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઝાલોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • કુલ 1.79 લાખનાે મુદ્દામાલ જપ્ત : એક જુગારી ફરાર

ભાવપુરા ગામે ખુલ્લામાં હાર-જીતનો જુગાર રમાતો હોવાની મળેલ બાતમીના આધારે દાહોદ એલસીબી પી.આઈ. બી.ડી.શાહના માર્ગદર્શન હેઠળ દાહોદ એલસીબીની ટીમે ગતરોજ સાંજના સાડા પાંચ વાગે ભાવપુરા ગામમાં ખુલ્લી જગ્યામાં મોટા પાયે પત્તા પાના વડે ધમધમતા જુગાર ધામ પર ઓચિંતો છાપો મારી ચારે બાજુથી ઘેરી લઇ સંતરામપુરના જીગ્નેશ ભાઈ શંકરભાઈ ડામોર, નરેશભાઈ ગોવિંદભાઈ ડામોર, દક્ષેશ કુમાર વિનોદચંદ્ર કલાલ, કનુભાઈ ભાણાભાઈ પરમાર, લીમડી કરંબા રોડ પર રહેતા સુરેશભાઈ મગનભાઈ ગેલોત, ઝાલોદ ગુલિસ્તાન સોસાયટી પાસે રહેતા દિલીપભાઈ શકરાભાઈ માલીવાડને ઝડપી પાડયા હતા. તેઓની અંગ ઝડતી લઈ રૂપિયા 9480ની રોકડ તથા દાવ પર લાગેલા રૂ. 10380ની રોકડ સ્થળ પરથી રૂપિયા 39500ની કિંમતના મોબાઈલ નંગ પાંચ તેમજ રૂપિયા ૧.૨૦ લાખની કિંમતના વાહનો મળી રૂપિયા ૧૭૯360 નો મુદ્દામાલ કબજે લીધો હતો.

જ્યારે ઝાલોદ ટેકરી ફળિયાના અલ્કેશભાઇ ગવસિંગભાઈ ભાભોર પોલીસને ચકમો આપી નાસી જવામાં સફળ રહ્યો હતો. એલસીબી પોલીસે પકડાયેલા 6 ખેલી તથા મુદ્દામાલ ઝાલોદ પોલીસને સુપરત કરી ફરિયાદ નોંધાવતા ઝાલોદ પોલીસે આ સંદર્ભે ઉપરોક્ત સાતે ખેલીયો વિરુદ્ધ જુગારનો ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: