ધરપકડ: ભાણપુરમાં દારૂના જથ્થા સાથે છકડા ચાલક ઝડપાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • રૂા. 1.33 લાખનો જથ્થો જપ્ત કરાયો

દાહોદ જિલ્લાના ધાનપુર પોલીસ મથકના પી.એસ.આઇ. બી.એમ.પટેલ તથા સ્ટાફ કોરોના સંક્રમણ સંબંદી પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન કાકડખીલા તરફથી એક અતુલ છકડામાં એક વ્યક્તિ દારૂનો જથ્થો ભરી લઇ ભાણપુર તરફ જવાનોની બાતમી મળતા ભાણપુર ગામે ત્રણ રસ્તા ઉપર વોચમાં હતા. તે દરમિયાન કાકડખીલા ગામ તરફથી બાતમી વાળો છકડો આવતાં ઉભો રાખવાનો સંકેત કરતા ડ્રાઇવરે ઉભો રાખી ભાગવા જતાં પોલીસે દોડીને ભાનપુર ગામના તળાવ ફળિયાના સુરેશ મતેસીંગ પરમારને પકડી પાડ્યો હતો.

છકડાના પાછળના ડાલામાં તપાસ કરતાં સુપર સ્ટ્રોંગ બિયરની પેટી નંગ 9 જેમાં ટીન બિયર નંગ 216 જેની કિંમત 24840 તથા ગોવા ગોલ્ડ વ્હીસ્કીના બોક્ષ નંગ 1માં કુલ કાચના ક્વાટર નંગ 48 જેની કિંમત 8160 મળી કુલ 33,000નો જથ્થો તથા 1 લાખનો છકડો મળી કુલ 1,33,000નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: