ધરપકડ: પેથાપુરમાં ફાઇનાન્સ કર્મચારીઓને લુંટનાર ચાકલીયાના લૂંટારા ઝડપાયા

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar

પ્રતીકાત્મક તસ્વીર

  • લૂંટેલામાંથી રૂા. 20 હજારથી વધુ રિકવર કરાયા

7 જૂનના રોજ ઝાલોદ તાલુકાના પેથાપુર બલેન્ડીયા રોડ ઉપર આવેલ નહેર નજીક સુના માળમાં ત્રણ અજાણ્યા ઇસમો મોટર સાયકલ ઉપર આવી ફાઇનાન્સ કર્મચારીને લૂટનો બનાવ બન્યો હતો. જેમાં ફીનકેર ફાઇનાન્સ કંપનીના કર્મચારીઓ મહીલા સખી મંડળમાં જોડાયેલ મહીલાઓ પાસેથી લોનના હપ્તાના નાણાં રૂા. 25,300 એકત્રીત કરી પોતાની અલગ અલગ બે મોટર સાયકલ ઉપર બેસીને જતા હતા તે દરમ્યાન તેઓ બન્નેને રોકી બન્ને પૈકી એક કર્મચારીને પાવડાના હાથા વડે માર મારી તેની પાસેના રોકડા રૂપિયા 25,300 તથા મોબાઇલ તેમજ મોટર સાયકલની ચાવીઓની લુંટ કરી હતી.

ચાકલીયા પો.સ્ટે.ના પો.સ.ઇ. વી.આર.ચૌહાણ સહિતની ટીમે શંકાસ્પદ નંબરો વાળા ઇસમોની તપાસ શરૂ કરી હતી. તે મુજબ બાતમીના આધારે કાન્તીભાઇ રૂપાભાઇ ડામોર રહે.ચાકલીયા ટીમ્બી ફળીયા તા.ઝાલોદને હસ્તગત કરીને તેની પુછપરછ કરતાં ભેદ ખુલ્યો હતો. તેની સાથે કનુભાઇ ગરવાલ, કડકીયાભાઇ ગરવાલ અને સુનીલભાઇ પરમાર તમામ રહે.ચાકલીયા , ટીમ્બી ફળીયાના હોવાનું જાણવા મળતાં તેમની પણ ધરપકડ કરાઇ હતી. લુટારૂઓ પાસેથી લુંટમાં ગયેલ મુદ્દામાલ રોકડ 20150 તથા બાઇક, મોબાઇલ મળી કુલ 45,650નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: