ધરપકડ: પાવગામના કિશને જેલમાંથી 13 કેદીઓને ભગાવ્યા હતાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • લૂંટ કરે તે પહેલાં જ દાહોદના 3 વાસદમાં ઝડપાયા
  • હત્યા સહિતના 39 ગુનામાં કિશનની સંડોવણી

દેવગઢ બારિયાની સબજેલની ત્રણ બેરેકના 10 રૂમમાં વિવિધ ગુનાના કાચાકામના 81 કેદી બંધ હતાં. 1 મે 2020ની પરોઢના ત્રણથી ચાર વાગ્યાના અરસામાં કેદીઓએ બેરેક નંબર એકના રૂમ નંબર 3 અને 4ના બે અને બહારની ગેલેરીને લગાવેલુ એક તાળુ પણ તોડી નાખ્યુ હતું. રૂમ નંબર ત્રણમાં બંધ 9 કેદીમાંથી 6 અને રૂમ નંબર ચારમાંથી તમામ સાત કેદીઓ જેલની 25 ફુટ ઉંચી દીવાલ કુદીને બિન્ધાસ્ત રીતે નાસી છુટ્યા હતાં. જોકે, આ ફરાર તમામ આરોપી દાહોદ પોલીસના હાથે એક માસના સમયગાળમાં પકડાઇ જતાં પુન: જેલભેગા કરાયા હતાં.

જોકે, આ ગુનાઇત કાવતરા પાછળ કોનો હાથ હતો તે રહસ્ય અકબંધ હતું.ત્યારે આણંદ એલસીબીએ વાસદથી ધાનપુર તાલુકાના પાવ ગામના કિશન ઉર્ફે કેશન અબરૂ સંગોડ, ઉંડારનો માજુ હિમા ભાભોર અને કાંટુ ગામના મસુલ મનુ મોહનિયાને લુટ ધાડની પ્રવૃતિ કરે તે પહેલાં જ બાતમીના આધારે ઝડપી પાડ્યા હતાં. આણંદ એલસીબીની પુછપરછમાં દેવગઢ બારિયા જેલ બ્રેકમાં કિશનની મુખ્ય ભૂમિકા હોવાનું સામે આવ્યુ હતું. ધાડના ગુનામાં 2017થી જેલમાં કાચાકામના કેદી તરીકે બંધ લસુ ઉર્ફે લક્ષ્મણ મહેતાળ મોહનીયા સાથે વાત કરીને દોરડુ જેલની 25 ફુટ ઉંચી દિવાલે બાંધીને 1 મેની પરોઢના ચાર વાગ્યાના અરસામાં 13 કેદીને ભાગવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. વાસદમાં પકડાયેલા કિશન સંગોડ દાહોદ જિલ્લાના લુટ ધાડના 9 ગુનામાં વોન્ટેડ હતો. તેણે દાહોદ જિલ્લા સાથે વડોદરા,ઘ્રોલ અને ગોંડલમાં લુટ-ધાડના 19 ગુના આચર્યાની કબૂલાત કરી છે. આ કુખ્યાત ગુનેગાર આખા રાજ્યમાં આચરેલા 21 ગુનામાં અગાઉ ઝડપાઇ ચુક્યો છે.

જેલ બ્રેકની ઘટનાના આરોપીઓના નામ
દે.બારિયા જેલમાંથી એક સાથે 13 કેદી ભાગી છુટવાની ઘટના બાદ જેલમાં ફરજાધિન એએસઆઇ છત્રસિંહ કાનસિંહ, કોન્સ્ટેબલ નટવરભાઇ શંકરભાઇ, લોકરક્ષક શૈલેષભાઇ રમસુભાઇ અને કલ્પેશભાઇ જશવંતભાઇ સાથે ફરાર થયેલા માતવાના રાકેશ માવી, મુકેશ મોહનીયા, કમલેશ થાવરિયા, ખજુરિયાના રમેશ પલાસ, ઉંડારના લસુ ઉર્ફે લક્ષ્મણ મોહનિયા, ગબી મોહનિયા, નળુના ગણપત હરિજન,ભોરવાનો અરવીંદ ઉર્ફે ચચો તંબોળિયા, બીલીયાનો શૈલેષ ભુરિયા, ભથવાડાનો અરવીંદ કોળી, ભાણપુરના વીજય પરમાર,સિંગવડનો કનુ ઉર્ફે કીશન બારિયા અને ચેનપુરના હિંમત બારિયા સહિત17 લોકો સામે જેલર પુનમચંદ રાણાએ ફરિયાદ નોંધાવી હતી. ફરાર થનારાઓમાં લુટ-ધાડના સાત, હત્યા અને દુષ્કર્મના પાંચ ગુનામાં શામેલ કાચાકામના કેદીઓનો સમાવેશ થતો હતો.

માજુ અને મનુનો પણ ગુનાઇત ઇતિહાસ
વાસદમાં કિશન સાથે પકડાયેલા માજુ હિમા ભાભોર પણદાહોદ જિલ્લા સાથે અમદાવાદ અને ધોળકાના આઠ ગુનામાં વોન્ટેડ હતો. તેના દ્વારા ચોરી-લુટના અન્ય 9 ગુનાની કબૂલાત કરવામાં આવી છે. આ સાથે મનુ મસુલ મોહનિયાએ પણ ધ્રોલ, ગોંડલ અને વડોદરામાં ચોરી-લુટના 11 ગુનાની કબૂલાત કરી હતી.

કોર્ટની તારીખે ન જવાતાં કંટાળીને જેલ તોડી હતી
લોકડાઉન દરમિયાન કિશનના ગામનો લસુ જેલમાં હોઇ તેની સાથે ભાઇ રામસીંગની 29 એપ્રિલે મોબાઇલ ઉપર વાત થઇ હતી. જેમાં લસુએે લોકડાઉનના લીધે કોર્ટમાં તારીખે જવાતું નથી એટલે જેલમાં ને જેલમાં લસુ, ગબી તથા રાકેશ બધા કંટાળી ગયા છીએ તેમ જણાવ્યુ હતું. કિશને ફોન ઉપર વાત કરીને લસુને જણાવ્યુ હતું કે, તમો બધા જેલની બેરેકનું તાળુ તોડી બહાર આવી શકો તો હું અને રામસીંગ તમને બહારથી મદદ કરીશું. બીજા જ દિવસે જેલ તોડવાનું ગુનાઇત કાવતરૂ ફોન ઉપર જ ઘડી નખાયુ હતું. બેરેકના તાળા તોડીને 13 કેદી દોરડાથી 25 ફુટ ઉંચી દિવાલ ચઢી ફરાર થયા હતાં.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: