ધરપકડ: નાકટી ગામમાંથી એલોપેથી પ્રેક્ટિસ કરતો પરપ્રાંતિય ઝોલાછાપ ઝડપાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધાનપુર25 મિનિટ પહેલા

  • કૉપી લિંક
પરવાના વિના પ્રેક્ટિસ કરતો તબીબ. - Divya Bhaskar

પરવાના વિના પ્રેક્ટિસ કરતો તબીબ.

  • વેડ પીએચસીના આરોગ્ય સ્ટાફ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો
  • 36 પ્રકારની દવાઓ સાથે તેની પાસેથી વિવિધ સાધનો મળ્યાં

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના નાકટી ગામમાંથી પશ્ચિમ બંગાળનો ઝોલાછાપ તબીબી પ્રેક્ટિસ કરતો વેડ પીએચસીના આરોગ્ય સ્ટાફ દ્વારા ઝડપી પાડ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર ધાનપુર તાલુકાના વેડ PHCમાં ફરજ બજાવતા ડોક્ટર અશ્વિનભાઈ રાઠવા તેમજ સ્ટાફ દ્વારા આજરોજ નાકટી ગામમાં તપાસ કરતાં મૂળ પશ્ચિમ બંગાળ રાજ્યના સીમરપૂર ઠાકોર નગરના રહેવાસી અનુપ નિલકમલ વિશ્વાસ, હાલ રહે, ટાડીયા ફળિયુંની તપાસ કરતાં તે તબીબી પ્રેક્ટીસ કરતો મળી આવ્યો હતો.

અનુપ પાસેથી કોઈ સક્ષમ સંસ્થા મેડીકલ કાઉન્સિલ ગુજરાતનું કોઈપણ જાતનું પ્રમાણપત્ર મળ્યુ ન હતું. તેની પાસેથી કુલ રૂપિયા 19265ની 36 પ્રકારની દવાઓ સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. અનુપ સામે ગુજરાત મેડીકલ પ્રેક્ટિસ એક્ટ 1963ની કલમ 35 મુજબ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: