ધરપકડ: દુષ્કર્મમાં 7 વર્ષની સજા થઇ, ફરાર થયા બાદ 4 વર્ષે અમદાવાદથી ઝડપાયો

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • વડોદરા સારવાર માટે લઇ જતાં ફરાર થયા પછી નીકોલમાં રહી મજૂરી કરતો હતો

દાહોદ તાલુકામાં દુષ્કર્મના ગુનામાં 7 વર્ષની સજા પડ્યા બાદ વડોદરામાં દવાખાને લઇ જતી વખતે યુવક પોલીસ જાપ્તામાંથી ફરાર થઇ ગયો હતો. દાહોદ એસઓજીની તપાસમાં તે સાડા ત્રણ વર્ષે અમદાવાદના નિકોલ વિસ્તારમાંથી મળી આવતાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દાહોદ એસ.પી. હિતેષ જોયસર નાઓએ જિલ્લાના પેરોલ ફર્લો, વચગાળાના જામીન, પોલીસ જાપ્તામાંથી તેમજ જેલ કરાર આરોપીઓને ઝડપી પાડી અસરકારક કામગીરી કરવા સારુ ડ્રાઈવનું આયોજન કર્યુ હતું. જે અનુસંધાને એસઓજી શાખાના પી.આઇ. એચ.પી. કરેણે તપાસ શરૂ કરી હતી. દુષ્કર્મના ગુનામાં સાત વર્ષની સજા પામ્યા બાદ સાડા ત્રણેક વર્ષ પહેલા વડોદરાથી ફરાર થયેલો રાજુ દલસિંગ નિનામા અમદાવાદના નિકોલ વિસ્તારમાં મજૂરી કામ કરતો હોવાની બાતમી મળી હતી. તેના આધારે તપાસ બાદ રાજુને ઝડપી પાડવામાં આવ્યો હતો.

રાજુ સામે દાહોદ તાલુકા પોલીસ મથકે વર્ષ 2017માં દુષ્કર્મનો ગુનો નોંધાયો હતો. સાત વર્ષની સજા પડતાં તેને વડોદરાની મધ્યસ્થ જેલમાં 83580 નંબરના પાકા કામના કેદી તરીકે મોકલી દેવાયો હતો. તબિયત ખરાબ થતાં રાજુને પોલીસ જાપ્તામાં દવાખાને લઇ જવાયો હતો. ત્યાંથી પોલીસ કર્મચારીઓની નજર ચૂકવી તે ભાગી જતાં રાવપુરા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. દાહોદ એસઓજીએ રાજુને દાહોદ તાલુકા પોલીસને સોંપતા આ અંગેની વડોદરા જાણ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: